________________
કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૨પ
૯૯ ભક્તિરૂપ કાર્ય થતું નથી, અને અશરીરભાવનાથી તનઆપાદક અદષ્ટ તનુ થયેલું છે માટે કેવલી તદ્ભવ બાહ્યયોગક્રિયા કરતા નથી, તેમ કહી શકાય નહિ; પરંતુ એમ જ કહેવું પડે કે જેમ વીતરાગભાવનાથી રાગાદિઅર્જક કર્મનો સર્વથા અભાવ થયેલો છે, તેમ અમુક્તિભાવનાથી મુક્તિ આપાદકકર્મનો સર્વથા અભાવ થયેલો છે અને અશરીરભાવનાથી શરીરઆપાદકકર્મનો સર્વથા અભાવ થયેલો છે; અને તેમ સ્વીકારવામાં આવે તો કેવલીને શરીરની નિવૃત્તિની આપત્તિ આવે.
આ પ્રકારના ગ્રંથકારશ્રીના કથન સામે દિગંબર કહે છે – રાગાદિઅર્જક અદૃષ્ટ ઘાતપ્રકૃતિ છે અને કેવલીએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે સાધનાકાળમાં રાગાદિની પ્રતિપક્ષભાવના કરેલ, જેથી યોગના પ્રકર્ષવાળા થયા, તેથી યોગના પ્રકર્ષવાળા કેવલીભગવંતમાં ઘાતી એવા રાગાદિની સર્વથા નિવૃત્તિ છે અને ભક્તિઆપાદકકર્મ અને શરીરઆપાદકકર્મ અઘાતી પ્રકૃતિ છે, તેથી સાધનાકાળમાં કેવલીએ કરેલી વિપરીત ભાવનાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે તે બંને પ્રકૃતિઓ તન થાય છે, પરંતુ સર્વથા નિર્મળ થતી નથી, તેથી મોહની સામગ્રીના અભાવને કારણે તનુ થયેલી ભુક્તિઆપાદકપ્રકૃતિથી કેવલીમાં ભોજનની પ્રવૃત્તિ થતી નથી અને શરીરસ્થાપક કર્મ પણ સર્વથા નાશ થયેલ નથી, છતાં અઘાતી પ્રકૃતિ હોવાને કારણે કેવલજ્ઞાન પૂર્વે સાધનાકાળમાં કરેલ અશરીરભાવનાથી અલ્પ થયેલ છે, પરંતુ સર્વથા નાશ થયેલ નથી, તેથી બાહ્ય ક્રિયા કરવા માટેની સામગ્રીરૂપ મોહના અભાવને કારણે કેવલજ્ઞાન થયા પછી શરીરસ્થાપક અદૃષ્ટ બાહ્યયોગની ક્રિયા કરવા સમર્થ બનતું નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે --
ઘાતી-અઘાતીકૃત વિશેષ સ્વીકારાયે છતે અર્થાત્ રાગાદિઆપાદક કર્મ ઘાતી પ્રકૃતિ છે, અને ભુક્તિ આપાદકકર્મ અઘાતી પ્રકૃતિ છે, એ રૂપ વિશેષ સ્વીકારાયે છતે, ભવોપગ્રાહી અઘાતપ્રકૃતિઓ, જે પ્રમાણે તેનો વિપાક હોય તે પ્રમાણે વિપાકનો ઉપક્રમ કરીને જ તે પ્રકૃતિની નિવૃત્તિનો સંભવ છે, તેથી અઘાતી એવી ભક્તિઆપાદકકર્મપ્રકૃતિ ભક્તિરૂપ ફળને આપીને નિવૃત્ત થઈ શકે છે, માટે દિગંબરો કહે છે કે અમુક્તિભાવનાથી ભક્તિઆપાદક અદૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org