________________
પ૧
યોગભેદઢાત્રિશિકા/બ્લોક-૧૬
તે પ્રકારે યોગકરણના ઉચિતપણા વડે ભાવિકાળવિપાકવાળો ઉદય વિદ્યમાન નથી જેમાં તે, તેવું છે-અતથાઉદયવાળું છે.
તલુવત્તમ્ - તે=શ્લોકમાં ઉત્થાનદોષનું લક્ષણ કહ્યું તે, વોડશક-૧૪, શ્લોક-૭માં કહેવાયું છે.
“સ્થાને ..... મતમ્” | ઉત્થાનદોષ હોતે છતે નિર્વેદથી આનું કરણ યોગનું કરણ, સદા જ અકરણ ઉદયવાળું છે=ભાવિકાળને આશ્રયીને અકરણ ઉદયવાળું છે. વળી આ ઉત્થાનદોષથી યોગનું કરણ, અત્યાગ ત્યાગ ઉચિત સ્વસમયમાં પણ કહેવાયું છે. ૧૬ ભાવાર્થ - (૪) ઉત્થાનદોષનું સ્વરૂપ :
ધ્યાનની પ્રવૃત્તિમાં સમ્યગુ યત્ન થઈ શકે તેવું પ્રશમપરિણામવાળું ચિત્ત હોય તો ધ્યાનની પ્રવૃત્તિથી જીવ વિશેષ પ્રકારના સમભાવના પરિણામને નિષ્પન્ન કરી શકે; પરંતુ ચિત્તમાં પ્રશાંતવાહિતાનો પરિણામ ન હોય તો, ધ્યાનને અનુકૂળ માનસિક, વાચિક અને કાયિક ક્રિયા કરવામાં આવે તોપણ, તે ક્રિયા ઉત્થાનદોષવાળી છે.
પ્રશમએકવૃત્તિસંતાનનો અભાવ એ ઉત્થાનદોષ છે એમ કહ્યું. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્યારે ધ્યાનાદિ અનુષ્ઠાનમાં યત્ન કરે તે વખતે મન અને ઈન્દ્રિયો ઉત્સુકતાવાળી હોય તો ઉદ્રક અવસ્થાવાળી છે, પરંતુ શાંત થયેલી નથી. તેથી મદથી અવષ્ટબ્ધ=મદથી અક્કડ, પુરુષની જેમ, મન અને ઈન્દ્રિયો યથાતથા જવાને અભિમુખ પરિણામવાળી છે. આમ છતાં યત્નપૂર્વક મનને લક્ષ્ય તરફ પ્રવર્તાવવામાં આવે તો ઈન્દ્રિયોનું કે મનનું યથાતથા ગમન ન થાય, તોપણ ચિત્ત શાંત પરિણામવાળું નહિ હોવાથી, તે ધ્યાનપ્રવૃત્તિ ઉત્થાનદોષવાળી બને.
વળી જેમનું ચિત્ત પ્રશમએકવૃત્તિસંતાનવાળું હોય=પ્રશમપરિણામવાળું હોય, અને ક્રિયા દ્વારા અધિક અધિક પ્રશમ તરફ જાય તેવું હોય, ત્યારે તે અનુષ્ઠાન કે યોગનું કારણ પ્રશાંતવાહિતાવાળું બને છે. તેથી તે ધ્યાન ઉચિત ફળની પ્રાપ્તિનું કારણ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org