________________
૨૧
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૬ થવામાં બાહ્ય નિમિત્તો નહિ, પરંતુ પોતાનો અપરાધ જ કારણ છે, આવું ચિંતન કરવાને કારણે; મનોજ્ઞ-અમનોજ્ઞ એવી સર્વ બાહ્ય વસ્તુઓ જીવ માટે ઉપેક્ષણીય બને છે; અને બાહ્ય વસ્તુ પ્રત્યે ઉપેક્ષા થાય તો જીવ રાગાદિથી આકુળ થાય નહિ, અને રાગાદિથી અનાકુળ ચેતનાનો અનુભવ કરે. આ પ્રકારનું ભાવન કરવાને કારણે બાહ્ય સર્વ વસ્તુ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ થાય છે. આવી ભાવના કરનાર યોગી આત્માથી ભિન્ન કોઈ વસ્તુનો સુખ-દુઃખના હેતુ તરીકે આશ્રય કરતા નથી, પરંતુ રાગાદિથી અનાકુળ ચેતનામાં કરાયેલો સ્વયત્ન સુખનું કારણ છે અને રાગાદિથી આકુળ ચેતનામાં કરાયેલો સ્વયત્ન દુઃખનું કારણ છે, એમ વિચારીને સર્વ પદાર્થો પ્રત્યે પરમ ઉપેક્ષા રાખે છે, તે ચોથી ઉપેક્ષા છે. ફલિતાર્થ :
(૧) કરુણાથી અહિતમાં ઉપેક્ષા અને (૨) અનુબંધથી અનવસરમાં ઉપેક્ષા, આ બે ઉપેક્ષા વ્યવહારિક છે. (૩) નિર્વેદથી સંસારના અસાર સુખમાં ઉપેક્ષા તાત્ત્વિક ઉપેક્ષા છે અને (૪) તત્ત્વચિંતનથી સર્વ પદાર્થમાં ઉપેક્ષા પરમતાત્ત્વિક ઉપેક્ષા છે. * પ્રથમની ઉપેક્ષામાં સામી વ્યક્તિની કરુણાબુદ્ધિ છે. બીજી ઉપેક્ષામાં સામી વ્યક્તિના સુંદર કાર્યના અનુબંધની ચિંતા છે. ત્રીજી ઉપેક્ષામાં સંસારનાં સુખો પ્રત્યે અને સુખનાં સાધનો પ્રત્યે ઉપેક્ષા છે. • ચોથી ઉપેક્ષામાં પરમ માધ્યથ્ય સુખરૂપ દેખાય છે અને અમાધ્યચ્ય દુઃખરૂપ દેખાય છે. તેથી પરમ માધ્યશ્કના અવલંબનથી પરમ ઉપેક્ષાભાવ વર્તે છે. આ ચોથી ઉપેક્ષા અપ્રમત્ત મુનિઓને હોય છે. આવા અવતરણિકા -
उक्तभेदानामेतासां मैत्र्यादीनां यथाक्रमं परिणममानानां विशुद्धस्वभावानामेवाध्यात्मोपयोग इति फलद्वारा दर्शयन्नाह - અવતરણિતાર્થ - ઉક્ત ભેજવાળી આગળમાં કહેવાયેલ ભેજવાળી, યથાક્રમ પરિણમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org