________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩ યોગીનો મોક્ષ પ્રત્યે કે મોક્ષના ઉપાય પ્રત્યેનો રાગ પૂર્વ પૂર્વ કરતાં વિશેષ પ્રકર્ષવાળો બનતો જાય છે, અને ભવના સંચારને કરે તેવા રાગાદિભાવોની શક્તિ પ્રતિક્ષણ ક્ષણ-ક્ષીણતર થતી જાય છે, તેથી સાધક યોગી પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક અધ્યાત્મભાવોના વિકાસને પામે છે, તેને યોગીઓ અધ્યાત્મ કહે છે. શા. અવતરણિકા -
શ્લોક-રમાં અધ્યાત્મનું લક્ષણ કર્યું અને તે લક્ષણમાં મૈત્રાદિ ભાવોથી યુક્ત તત્ત્વચિંતનને અધ્યાત્મ કર્યું. તેથી મૈત્રાદિ ચાર ભાવોનું સ્વરૂપ શું છે? અને તેના અવાંતર ભેદોનું સ્વરૂપ શું છે ? તે બતાવવા અર્થે કહે છે, ત્યાં પ્રથમ મૈત્રીના ચાર ભેદો ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક -
सुखचिन्ता मता मैत्री सा क्रमेण चतुर्विधा ।
उपकारिस्वकीयस्वप्रतिपन्नाखिलाश्रया ।।३।। અન્વયાર્થ:
સુચિન્તા મૈત્રી મતા=સુખની ચિંતા મૈત્રી કહેવાયેલ છે. સાકતે મૈત્રી મેન=ક્રમથી પરિચીયસ્વતિપન્નધિત્નાશ્રય ઉપકારી આશ્રયવાળી, સ્વકીય આશ્રયવાળી, સ્વપ્રતિપન્ન આશ્રયવાળી અને સર્વ આશ્રયવાળી ચતુર્વિધા=ચાર પ્રકારે છે. Ima શ્લોકાર્થ :
સુખની ચિંતા મૈત્રી કહેવાય છે. તે મૈત્રી ક્રમથી ઉપકારી આશ્રયવાળી, સ્વકીય આશ્રયવાળી, સ્વપ્રતિપન્ન આશ્રયવાળી અને સર્વ આશ્રયવાળી એમ ચાર પ્રકારે છે. Imall ટીકા -
सुखेति-सुखचिन्ता-सुखेच्छा मैत्री मता, सा क्रमेण विषयभेदेन चतुर्विधाउपकारीस्वोपकारकर्ता, स्वकीयो अनुपकर्ताऽपि नालप्रतिबद्धादिः, स्वप्रतिपन्नश्च
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org