________________
યોગભેદદ્વાત્રિશિકા/પ્રસ્તાવના છે. ખરેખર ! ચિત્તની પ્રસન્નતા માટે ઉત્તમોત્તમ આ યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોના સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે.
આ શ્રુતભક્તિનું કાર્ય પ્રસ્તુત બત્રીશીના શ્લોક-૩૨માં મહોપાધ્યાયજી ભગવંતે કહ્યું તેમ મોક્ષના અર્થી એવા મને અને મોક્ષના અર્થી એવા સૌ કોઈને શીધ્ર મોક્ષફળની પ્રાપ્તિ કરાવે એ જ એકમાત્ર ઉદ્દેશથી કરેલ છે.
આ યોગભેદદ્ધાત્રિશિકાના ગુજરાતી વિવેચનના મુફ સંશોધન કાર્યમાં મૃતોપાસક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેમણે પણ આવી ઉત્તમ કાત્રિશિકાના વાચનનો-પ્રુફ સંશોધનનો લાભ મળવા બદલ કૃતાર્થતા વ્યક્ત કરેલ છે.
પ્રસ્તુત યોગભેદબત્રીશીનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું.
પ્રાંતે સ્વ અધ્યાત્માદિ યોગોની નિર્મળતા માટે કરાયેલો આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને આ સંકલન-આલેખનકાર્ય અનુભવમાં પલટાય કે જેથી યોગીનાથ પરમાત્માએ બતાવેલા યોગમાર્ગને પામી અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય યોગની પ્રાપ્તિ દ્વારા શીઘ્ર પરમાનંદસ્વરૂપ સર્વોત્તમ મોક્ષફળની પ્રાપ્તિ મને અને સૌ કોઈ યોગમાર્ગના આરાધક ભવ્ય જીવોને થાય એ જ શુભકામના.
foભાગમતુ સર્વગીવાળામ” -
મહા સુદ-૧૩, વિ. સં. ૨૦૧૨, શુક્રવાર, તા. ૧૦-૨-૨૦૦૬ એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭.
વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. શ્રી રામચંદ્ભૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. હમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સા. રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org