________________
૧૦૦
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ટીકાર્ચ :
ધ્યાત્મવિમેવુ.... મા અહીં=અધ્યાત્માદિ પાંચ યોગોમાં, પૂર્વનું= અધ્યાત્માદિ ચારનું, ઉપાયપણું=થોગનું ઉપાયપણે માત્ર, વક્તવ્ય હોતે છતે, અંત્ય જ વૃત્તિક્ષય જ, યોગ અવશેષ રહે છે. તે કારણથી=વૃત્તિક્ષય માત્ર યોગ માનવો ઉચિત નથી, પરંતુ અધ્યાત્માદિ પાંચે યોગ છે તેમ માનવું ઉચિત છે તે કારણથી, પાંચમાં ગુણસ્થાનકથી પૂર્વમાં પૂર્વસેવારૂપ ઉપાય છે, અને વળી ત્યાંથી આરંભીનેત્રપાંચમા ગુણસ્થાનકથી માંડીને, સાનુબંધ યોગ પ્રવૃત્તિ જ છે, એ પ્રકારની સ્થિતિ છે=સતંત્રની=સત્ આગમતી, મર્યાદા છે. li૩૧]. ભાવાર્થ :અધ્યાત્માદિ પાંચે યોગસ્વરૂપ :
અક્ષેપફળસાધક નિશ્ચયનય યોગનિરોધની ચરમક્ષણને મોક્ષનું કારણ કહે છે. તેથી ચૌદમાં ગુણસ્થાનકની ચરમક્ષણને યોગ કહે છે અને તેની પૂર્વેનો વ્યાપાર યોગ નથી, પરંતુ યોગનો ઉપાય છે તેમ કહે છે. તેની જેમ નથવિશેષથી વૃત્તિક્ષયને યોગ સ્વીકારીએ તો વૃત્તિક્ષયની પૂર્વના અધ્યાત્માદિ ચાર ભેદો યોગના ઉપાય છે, તેમ સ્વીકારી શકાય.
વળી અપેક્ષાએ જેમ વૃત્તિક્ષય મોક્ષનું કારણ છે અને અધ્યાત્માદિ યોગના ચાર ભેદો તેના ઉપાયો છે, તેમ અન્ય અપેક્ષાએ અધ્યાત્માદિ પણ યોગો છે. તેથી અધ્યાત્માદિચારને યોગના ઉપાયમાત્ર કહેવા ઉચિત નથી. તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે અધ્યાત્માદિ ચાર ભેદોને યોગના ઉપાયમાત્ર કહેવામાં આવે તો વૃત્તિક્ષયરૂપ અંત્ય ભેદ જ યોગરૂપે પ્રાપ્ત થશે અને અધ્યાત્માદિ ચારયોગના ઉપાય પ્રાપ્ત થશે, પરંતુ તેમ માનવું ઉચિત નથી; કેમ કે મોક્ષનો અર્થી જીવ મોક્ષના ઉપાયોને જાણીને મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે, અને મોક્ષના ઉપાયો અધ્યાત્માદિ પાંચ યોગો છે; કેમ કે મોક્ષનો અર્થી જીવ મોક્ષના ઉપાયરૂપ ભગવાનના વચનને પરતંત્ર થઈને ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરતો હોય ત્યારે તે અનુષ્ઠાન મોક્ષનું કારણ છે, એમ વ્યવહારનય સ્વીકારે છે, અને તે વખતે અધ્યાત્માદિ સર્વ ભેદો યથાક્રમે પ્રાપ્ત થાય છે. માટે અધ્યાત્માદિ પાંચ ભેદોને યોગરૂપે કહેવા ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org