________________
યોગભેદદ્વાચિંશિકા/પ્રસ્તાવના
ભાવનાયોગવાળા સાધક યોગી આ પાંચ પ્રકારની ભાવના કરે છે, તેના બળથી ધ્યાનને અનુકૂળ ચિત્તની ભૂમિકા પ્રગટે છે.
વળી ધ્યાનયોગને વૃદ્ધિવાળો કરવા માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ આવશ્યક છે, તે ચિત્તના આઠ દોષો બતાવેલ છે અને તેમાં ષોડશક ગ્રંથના ઉદ્ધરણો આપેલ છે.
વળી ધ્યાન વગર સમતા નથી અને સમતા વગર ધ્યાન નથી, આથી ધ્યાન અને સમતાનું અન્યોન્ય કારણપણું બતાવેલ છે.
મોક્ષની સાથે આત્માને જોડે તેવો આત્મવ્યાપાર' યોગ છે. એ પ્રકારના યોગના લક્ષણને સામે રાખીને અધ્યાત્માદિ પાંચ ભેદોનું વર્ણન કર્યા પછી વૃત્તિરોધને યોગ કહીએ તોપણ અધ્યાત્માદિ પાંચ ભેદોની તેમાં સંગતિ કરી આપેલ છે - અધ્યાત્માદિ ચાર યોગનો પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિમાં સમાવેશ કરેલ છે અને વૃત્તિસંક્ષયયોગનો ત્રીજા પ્રકારની મનોગુપ્તિમાં સમાવેશ કરેલ છે અને ત્યારપછી ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ બતાવેલ છે અને ત્યારપછી અન્ય વચનગુપ્તિ, કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિનો પણ અધ્યાત્માદિ પાંચ યોગમાં યથાયોગ્ય અંતર્ભાવ કરવાની ભલામણ કરેલ છે.
જૈનદર્શનમાં “સમિતિ-ગુપ્તિનો વિસ્તાર' ઉત્કૃષ્ટ યોગ છે અને સમિતિગુપ્તિથી અન્ય કોઈ યોગ નથી. આ પ્રકારનો મહત્ત્વનો ઉલ્લેખ બતાવ્યો છે.
યોગભેદબત્રીશીના અંતિમ તબક્કામાં કહ્યું છે કે શાસ્ત્રમર્યાદાથી સમિતિગુપ્તિકાળમાં દેશવિરતિધર શ્રાવક કે મુનિભગવંત પૂર્ણ રીતે ભગવાનના વચનને પરતંત્ર થઈને યોગમાર્ગમાં યત્ન કરનારા છે, તેથી દેશવિરતિધર શ્રાવકમાં અને મુનિમાં સાનુબંધ ઉત્કૃષ્ટ યોગની પ્રવૃત્તિ છે અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની પ્રાપ્તિ પૂર્વેનો અવિરતસમ્યગ્દષ્ટિ કે અપુનબંધકાદિ જીવોનો યોગ ઉત્કૃષ્ટ યોગ નથી, પરંતુ ઉત્કૃષ્ટ યોગનું કારણ બને તેવી પૂર્વસેવારૂપ યોગના ઉપાયનું સેવન છે.
અંતિમ શ્લોકમાં કહ્યું કે ભગવાનના વચનની સ્થિતિથી અધ્યાત્માદિ પાંચ પ્રકારનો પણ યોગ શીધ્ર પરમાનંદરૂપ સર્વોત્તમ એવા મોક્ષફળને આપે છે, માટે મોક્ષના અર્થી એવા જીવે શાસ્ત્રવચનથી યોગનો બોધ કરીને શાસ્ત્રને પરતંત્ર થઈને શક્તિના પ્રકર્ષથી યોગમાર્ગમાં યત્ન કરવો જોઈએ કે જેથી શીધ્ર મોક્ષફળની પ્રાપ્તિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org