________________
૯૨
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૮ (૫) પ્રવૃત્તિરૂપ મનોગતિમાં ધ્યાનયોગ:
શ્લોક-૧૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું, તે પ્રમાણે સુઅભ્યસ્ત ભાવનાયોગવાળા યોગીઓ ધ્યાનમાં યત્નનો પ્રારંભ કરે છે ત્યારે પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિ પ્રગટ થાય છે અને તે વખતે અભ્યાસદશાનું ધ્યાન પ્રગટે છે. તે ધ્યાનયોગમાં પ્રવૃત્તિરૂપ પ્રથમ મનોગુપ્તિ છે. (૬) સ્થિરતારૂપ મનોગુપ્તિમાં ધ્યાનયોગ:
ધ્યાનયોગમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિવાળા યોગી ધ્યાનમાં યત્ન કરે છે તોપણ નિમિત્તને પામીને ધ્યાનમાં અલના થાય છે અને ધ્યાનની સંતતિમાં તેઓ યત્ન કરી શકતા નથી, આમ છતાં અભ્યાસરૂપે ધ્યાનયોગમાં યત્ન કરતા હોય છે. જ્યારે ધ્યાન સુઅભ્યસ્ત થાય છે, ત્યારે ધ્યાનયોગમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ આવે છે અને ધ્યાનમાં સ્થિરતારૂપ મનોગુપ્તિવાળા યોગીઓ ધ્યાનની સંતતિમાં યત્ન કરી શકે છે, તે ધ્યાનયોગમાં સ્થિરતારૂપ બીજી મનોગુપ્તિ છે. (૭-૮) પ્રવૃત્તિરૂપ અને સ્થિરતારૂપ મનોગુપ્તિમાં સમતાયોગ:
શ્લોક-૨૨માં સમતાયોગનું સ્વરૂપ બતાવ્યું અને શ્લોક-૨૩માં કહ્યું કે ભાવનાયોગના સેવનથી પ્રથમ સમતા પ્રગટે છે, જે ધ્યાનયોગના કારણરૂપ છે, પરંતુ ધ્યાનના ઉત્તરભાવિ એવા ચોથા યોગરૂપ સમતાયોગસ્વરૂપ નથી. ત્યારપછી ધ્યાન પ્રગટે છે અને ત્યારપછી ધ્યાન અને સમતાનો પરસ્પર પ્રવાહ ચાલે છે. તે પ્રમાણે પ્રથમ ભૂમિકાની સમતા પ્રગટ્યા પછી ધ્યાનમાં યત્ન શરૂ થાય છે અને તે ધ્યાન પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિવાળું હોય છે અને ત્યારપછી સ્થિરતારૂપ મનોગુપ્તિવાળું ધ્યાન પ્રગટે છે, અને તે ધ્યાન પ્રગટ્યા પછી વિશિષ્ટ કોટિનો સમતાયોગ આવે છે. તે સમતાયોગમાં પણ પ્રથમ પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ હોય છે, ત્યારે સમતાવાળા મુનિ પણ સુઅભ્યસ્ત સમતાવાળા નથી, પરંતુ જ્યારે સ્થિરતારૂપ મનોગુપ્તિ આવે છે ત્યારે સુઅભ્યસ્ત સમતા આવે છે. તે વખતે વિશિષ્ટ કોટિના ધ્યાન અને સમતાનો પ્રવાહ ચાલે છે. આ રીતે સમતાયોગમાં ક્રમસર પ્રવૃત્તિરૂપ અને સ્થિરતારૂપ મનોગુપ્તિ છે.
વળી ત્રીજી મનોગુપ્તિ કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે પ્રગટ થાય છે અને તે મનોગુપ્તિમાં વૃત્તિસંક્ષય નામના યોગનો પાંચમો ભેદ ઘટે છે; કેમ કે કેવલજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org