________________
૯o
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૮ (૩) અધ્યાત્મમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં ભાવનામાં પ્રવૃત્તિરૂપ
મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૪) ભાવનામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં ભાવનામાં સ્થિરતારૂપ
મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૫) ભાવનામાં સ્થિરતારૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં ધ્યાનમાં પ્રવૃત્તિરૂપ
મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૯) ધ્યાનમાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં ધ્યાનમાં સ્થિરતારૂપ
મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૭) ધ્યાનમાં સ્થિરતારૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં સમતામાં પ્રવૃત્તિરૂપ
મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. (૮) સમતામાં પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિ છે, તેના કરતાં સમતામાં સ્થિરતારૂપ
મનોગુપ્તિ વધારે વિશુદ્ધ છે. વળી ત્રીજા પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ યોગમાંથી વૃત્તિસંક્ષય રૂ૫ અંતિમ ભેદ ઈચ્છાય છે. તેથી ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદોની સંગતિ છે. (૧) પ્રવૃત્તિરૂપ મનોગુપ્તિમાં અધ્યાત્મયોગ -
શ્લોક-૩૧માં કહેવાશે એ પ્રમાણે પાંચમાં ગુણસ્થાનકથી સાનુબંધ યોગની પ્રવૃત્તિ થાય છે. તે પ્રમાણે નિશ્ચયનયથી પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્મયોગ શરૂ થાય છે અને તે અધ્યાત્મયોગ શ્લોક-૨માં બતાવ્યું એ રીતે શાસ્ત્રવચનથી તત્ત્વચિંતનરૂપ છે. પાંચમાદિ ગુણસ્થાનકવર્તી જે શ્રાવકાદિ તે પ્રમાણે શાસ્ત્રવચનથી તત્ત્વચિંતન કરતા હોય ત્યારે પ્રવૃત્તિ નામની મનોગુપ્તિ હોય છે અને તે પ્રવૃત્તિ નામની મનોગુપ્તિમાં અધ્યાત્મયોગરૂપ પ્રથમ ભેદ પ્રાપ્ત થાય છે.
શ્લોક-ર૯માં બતાવશે તે પ્રમાણે પ્રથમ મનોગુપ્તિ વિમુક્તકલ્પનાજાળવાળી છે. તેથી પાંચમાગુણસ્થાનકવાળા યોગી “આ મને ઈષ્ટ છે, આ મને અનિષ્ટ છે,' એ પ્રકારની કલ્પનાજાળને છોડીને શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતા હોય ત્યારે પ્રથમ મનોગુપ્તિ વર્તે છે, વળી તત્ત્વચિંતનથી યોગમાર્ગની પ્રવૃત્તિ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org