________________
૮૪
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ટીકાર્ય :
મોક્ષદેતુનHળો ...... વ્યાપારમેવતા, મોક્ષનો હેતુ છે સ્વરૂપ જેને એવો યોગ પાંચ પ્રકારના ભેદવાળો છે, એ પ્રમાણે શ્લોક-૨૬ સુધી બતાવાયું. જો વૃત્તિરોધ પણ યોગ કહેવાય છે તો આ પણ=વૃત્તિરોધ પણ, પાંચ પ્રકારના ભેદવાળો છે; કેમ કે મન, વચન અને કાયાની વૃત્તિઓના રોધમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારના વ્યાપારનો ભેદ છે.
અહીં પ્રશ્ન થાય કે વૃત્તિરોધરૂપ યોગ પાંચ ભેજવાળો ન સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
અનુભવ . માવ: // અનુભવસિદ્ધ એવા ભેદોનો અનુભવસિદ્ધ એવા વૃત્તિરોધના અધ્યાત્માદિ પાંચ પ્રકારના ભેદોનો, અપાલાપ કરી શકાય નહિ. અવ્યથા=વૃત્તિરોધના અધ્યાત્માદિ પાંચ પ્રકારના ભેદો અનુભવસિદ્ધ હોવા છતાં ન સ્વીકારવામાં આવે તો, દ્રવ્યમાત્ર પરિશેષનો પ્રસંગ છે= અધ્યાત્માદિ પાંચ ભેદરૂપ પર્યાયનો અપલાપ કરવામાં આવે તો માત્ર વૃતિરોધપરિણત આત્મદ્રવ્ય છે તેમ સ્વીકારવાનો પ્રસંગ આવે, એ પ્રમાણે ભાવ છે. રા ભાવાર્થઅધ્યાત્માદિ પાંચ ભેજયુક્ત વૃત્તિરોધ યોગ -
યોગલક્ષણબત્રીશી-૧૦માં યોગનું લક્ષણ કરેલ કે “મોક્ષનો હેતુ એવો જીવનો વ્યાપાર” તે યોગ છે અને તે યોગ અધ્યાત્માદિ પાંચ પ્રકારનો છે. એ વાત પ્રસ્તુત યોગભેદબત્રીશી-૧૮માં શ્લોક-૨૬ સુધી બતાવી. હવે પાતંજલમતવાળા ચિત્તવૃત્તિનો રોધ યોગનું લક્ષણ કરે છે, તે અપેક્ષાએ વૃત્તિરોધ એ યોગ છે, એમ અર્થ કરીએ તોપણ યોગનું લક્ષણ સંગત થાય છે, કેમ કે જીવમાં વર્તતી વૃત્તિઓ સંસારનું કારણ છે અને તે વૃત્તિઓનો રોધ કર્મબંધને અટકાવીને મોક્ષનું કારણ છે, અને વૃત્તિરોધને જો યોગ કહીએ તોપણ અધ્યાત્માદિ પાંચ ભેદો સંગત થઈ શકે છે, કેમ કે કર્મબંધને અનુકૂળ એવી મન, વચન અને કાયાની વૃત્તિઓના રોધમાં જુદા જુદા પ્રકારનો વ્યાપાર છે, તેને આશ્રયીને વૃત્તિરોધવાળો યોગ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org