________________
૭૪
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૩ પૂર્વની સમતાની ક્રમસર વૃદ્ધિ કરે છે. આ રીતે સમતાની અને ધ્યાનની સમાંતર ધારાઓ ચાલે છે.
અહીં કહ્યું કે સમતાથી ધ્યાન અને ધ્યાનથી સમતા પ્રગટે છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે આ રીતે તો અન્યોન્યાશ્રય દોષ આવશે; કેમ કે સમતા વગર ધ્યાન થાય નહીં એમ કહીએ તો સમતા પ્રગટ્યા પછી ધ્યાન આવી શકે, પરંતુ સમતા વગર ધ્યાન આવી શકે નહીં. વળી ધ્યાનથી સમતા થાય છે એમ કહીએ તો ધ્યાન આવ્યા વગર સમતા પ્રગટ થઈ શકે નહીં અને તેમ સ્વીકારીએ તો ધ્યાનની નિષ્પત્તિમાં સમતા કારણ છે અને સમતાની નિષ્પત્તિમાં ધ્યાન કારણ છે, એ રીતે બંને પરસ્પર એકબીજાના કારણ છે તેમ સ્વીકારવું પડે અને તેમ સ્વીકારીએ તો અન્યોન્યાશ્રય દોષ પ્રાપ્ત થાય અને અન્યોન્યાશ્રય દોષ આવે તો સમતા અને ધ્યાન પરસ્પર એકબીજાના કારણ છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે –
“અપ્રકૃષ્ટ એવા સમતા અને ધ્યાનનું, ઉત્કૃષ્ટ એવા ધ્યાન અને સમતા પ્રત્યે હેતુપણું છે” તેથી અન્યોન્યાશ્રય દોષ નથી.
આશય એ છે કે અપ્રકૃષ્ટ એવી સમતા ધ્યાન પ્રત્યે હેતુ છે અને તે ધ્યાન પૂર્વની અપ્રકૃષ્ટ સમતા પ્રત્યે હેતુ નથી, પરંતુ પૂર્વની સમતા કરતાં ઉત્કૃષ્ટ સમતા પ્રત્યે હેતુ છે અને તે સમતા પૂર્વના ધ્યાન પ્રત્યે હેતુ નથી, પરંતુ પૂર્વના ધ્યાન કરતાં ઉત્કૃષ્ટ ધ્યાન પ્રત્યે હેતુ છે, તેથી અન્યોન્યાશ્રય દોષ નથી.
અહીં પ્રશ્ન થાય કે સમતા ધ્યાનનું કારણ છે અને તે ધ્યાન ઉત્તરની સમતાનું કારણ છે અને ઉત્તરની સમતા પૂર્વ કરતાં ઉત્કૃષ્ટ ધ્યાનનું કારણ છે, તેમ સ્વીકારીએ તો, ધ્યાન અને સમતાનો પ્રવાહ વીતરાગભાવમાં વિશ્રાંત થવો જોઈએ; પરંતુ આ રીતે પ્રવાહ ચાલ્યા પછી પણ કેટલાક જીવનો પ્રવાહ તૂટે છે, તેથી પૂર્વની સમતા ઉત્તરના ધ્યાનનું કારણ બનતી નથી. તે કઈ રીતે સંભવે ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે –
“સામાન્યથી વળી ક્ષયોપશમભેદનું જ હેતુપણું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org