________________ 50 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૦ પ્રમાવો.... અનુત્થાનશીનતા, આરબ્ધ પણ અનુષ્ઠાનમાં અનુત્થાનશીલતારૂપ અયત્ન પ્રમાદ છે, માર્ચ ... પક્ષપતિઃ | સમાધિના સાધનરૂપ હેતુઓમાં ઔદાસીક માધ્યસ્થ, પરંતુ પક્ષપાત નહિ તે આલસ્ય છે. 10 || માર વ્યકથનુત્થાનત્રતા - અહીં પ થી એ કહેવું છે કે અનારબ્ધ એવા યોગમાર્ગમાં તો પ્રમાદને કારણે અનુત્થાનશીલતા હોય, પરંતુ આરબ્ધ એના પણ યોગમાર્ગમાં પ્રમાદને કારણે અનુત્થાનશીલતા પ્રાપ્ત થાય. ભાવાર્થ :ચિત્તના વિક્ષેપોનું સ્વરૂપ : (1) વ્યાધિ - દેહમાં સાત ધાતુઓ છે તેનો વિષમભાવ થાય ત્યારે કોઈક ધાતુઓ ઉદ્રક પામે છે, તેનાથી જ્વરાદિ વ્યાધિઓ પ્રગટે છે તે યોગમાર્ગમાં અંતરાયરૂપ છે. (2) સ્વાન જડતા :- યોગમાર્ગમાં પ્રારંભથી જ ક્રિયાનો અપ્રારંભ તે અકર્મનિષ્ઠતા છે, તેથી કોઈ સાધક ફક્ત ક્રિયા કરે, પરંતુ તે ક્રિયામાં કોઈ પ્રકારનો મનોવ્યાપાર ન કરે. જેમ - ઉપયોગરહિત પ્રતિક્રમણાદિની ક્રિયા તે સ્યાન દોષ કહેવાય છે. તે યોગમાર્ગમાં અંતરાયરૂપ છે. (3) પ્રમાદ :- આરબ્ધ પણ અનુષ્ઠાનમાં અનુત્થાનશીલતા તે અયત્ન છે અને તે પ્રમાદ છે. જેમ - કોઈ ઉત્સાહપૂર્વક યોગનિષ્પત્તિ અર્થે પ્રતિક્રમણાદિ ક્રિયાનો પ્રારંભ કરે. આમ છતાં સૂત્ર અને અર્થથી ભાવિત થઈ ક્રિયા કરવી કષ્ટસાધ્ય જણાય તેથી તે પ્રકારનું ચિત્ત અનુત્થાનશીલ બને ત્યારે તે પ્રમાદદોષવાળું અનુષ્ઠાન બને અને પ્રમાદ યોગમાર્ગમાં અંતરાયરૂપ છે. મ્યાન અને પ્રમાદમાં તફાવત - મ્યાનમાં આદિથી જ ક્રિયાનો પ્રારંભ નથી ફક્ત બાહ્યથી ક્રિયા છે, જ્યારે પ્રમાદમાં પ્રથમ ક્રિયાનો પ્રારંભ છે, પાછળથી તે પ્રયત્ન કષ્ટ સાધ્ય જણાવાથી ચિત્ત પ્રમાદી બને છે. (4) આલસ્ય :- સમાધિના સાધનભૂત એવા હેતુઓમાં ઔદાસીજે આલસ્ય છે. ચિત્તમાં રાગાદિ ભાવોની અલ્પતા થવારૂપ સમાધિ છે અને તે તે અનુષ્ઠાનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org