________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૨૫
અવતરણિકા :
विशेषविमर्शे शास्त्रतर्कयोर्द्वयोरुपयोगप्रस्थानमाह -
અવતરણિકાર્ય
:
વિશેષવિમર્શમાં=અતીન્દ્રિય પદાર્થવિષયક વિશેષ વિચારણામાં, શાસ્ત્ર અને તર્ક બંનેના ઉપયોગના પ્રકૃષ્ટ સ્થાનને શ્લોક-૨૫થી ૨૭માં કહે છે ભાવાર્થ :
શ્લોક-૨૪ની અવતરણિકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, નિરભિનિવેશવાળા એવા અન્ય જીવોને શાસ્ત્રાનુસારથી વિશેષવિમર્શ પણ વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે, અને તે કથનને શ્લોક-૨૪માં સ્પષ્ટ કરતાં કહ્યું કે, તત્ત્વાર્થની સિદ્ધિમાં નામમાત્રનો ક્લેશ યોગપ્રતિપંથી છે, પરંતુ ધર્મવાદથી વિશેષવિમર્શ પણ યોગમાર્ગનો પ્રતિપંથી નથી, તેથી જિજ્ઞાસા થાય કે ઈશ્વરવિષયક કે ભવના કારણ પ્રધાનવિષયક વિશેષવિમર્શ શાનાથી થઈ શકે છે ? તેથી ગ્રંથકારશ્રી શ્લોક-૨૫થી ૨૭ સુધી વિશેષવિમર્શમાં શાસ્ત્ર અને તર્ક બંનેના ઉપયોગના પ્રકૃષ્ટ સ્થાનને કહે છે.
શ્લોક ઃ
अस्थानं रूपमन्धस्य यथा सन्निश्चयं प्रति ।
तथैवातीन्द्रियं वस्तु छद्यस्थस्यापि तत्त्वतः ।। २५ ।।
૯૭
અન્વયાર્થ:
યથા=જે પ્રમાણે સન્નિશ્વયં પ્રતિ=સત્ નિશ્ચય પ્રત્યે=યથાર્થ નિર્ણય પ્રત્યે, અન્યસ્ય=અંધને રૂપ=રૂપ અસ્થાનં=અસ્થાન છે=અવિષય છે તથૈવ=તે પ્રમાણે જ તત્ત્વતઃ=તત્ત્વથી છદ્મસ્થાપિ=છદ્મસ્થને પણ અતીન્દ્રિયં વસ્તુ=અતીન્દ્રિય વસ્તુ (અસ્થાન=અવિષય છે.) ॥૨૫॥
શ્લોકાર્થ :
જે પ્રમાણે સત્ નિશ્ચય પ્રત્યે અંધને રૂપ અસ્થાન છે તે પ્રમાણે જ તત્ત્વથી છદ્મસ્થને પણ અતીન્દ્રિય વસ્તુ અસ્થાન છે. ।।૨૫।ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org