________________
૫
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૪ પ્રમાણે આદ્ય ભૂમિકાવાળા જીવોને સ્વ-સ્વદર્શનના કુત્સિત આગ્રહના ત્યાગ માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ શાસ્ત્રાનુસારી તર્કથી કાલાતીતમતનો સ્વીકાર કર્યો છે, કેમ કે આદ્ય ભૂમિકાવાળા જીવોને કાલાતીતના વચનાનુસાર મધ્યસ્થતાથી પ્રવૃત્તિ કરવાથી યોગમાર્ગની પ્રાપ્તિરૂપ અર્થસિદ્ધિ થાય છે.
શ્લોકના કથનમાં યોગબિંદુ શ્લોક-૩૦૮, ૩૦૯, ૩૧૦, ૩૧૨ની સાક્ષી આપી તેનો ભાવ :
યોગબિંદુ શ્લોક-૩૦૮માં પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે, કાલાતીતે આ કહ્યું છે તે સુંદર છે. કેમ સુંદર છે તેમાં યુક્તિ આપે છે –
પરમાર્થની ચિંતા રૂપ નીતિથી દેવતાદિ અર્થમાં પ્રવર્તક શાસ્ત્ર છે, તેથી શાસ્ત્રવચનને અવલંબીને કોઈ પૂર્ણપુરુષની ઉપાસના કરતા હોય અને તે પૂર્ણપુરુષને કોઈ મુક્ત કહે, કોઈ બુદ્ધ કહે, કોઈ અહંતુ કહે, તેટલા નામમાત્રથી તે દેવતાનો ભેદ કરીને આગ્રહ કરવામાં આવે કે “આ દેવ ઉપાય છે અને આ દેવ ઉપાસ્ય નથી' તે કુચિતિકાગ્રહ છે.
વળી યોગમાર્ગના સેવન દ્વારા આત્મા ઉપર લાગેલા કર્મોને દૂર કરવાના છે અને તેના માટે યોગમાર્ગની પ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી થાય છે તે વખતે તે કર્મને કોઈ પ્રધાન કહે, કોઈ અવિદ્યા કહે, કે કોઈ વાસના કહે, તેટલામાત્રથી તેનો ભેદ સ્વીકારીને આ દર્શનનું ભવનું કારણ સમ્યક્ છે અને આ દર્શનનું ભવનું કારણ સમ્યગુ નથી એ પ્રકારનો આગ્રહ કુચિતકાગ્રહ છે.
આ રીતે દેવતાવિષયક અને કર્મવિષયક નામભેદથી ભેદ કરવો એ કુત્સિત આગ્રહ છે તેમ બતાવ્યા પછી વિદ્વાન પુરુષોએ તેવો આગ્રહ કરવો જોઈએ નહિ તેમ યોગબિંદુ શ્લોક-૩૦૯માં કહે છે; કેમ કે બુદ્ધિમાન વિદ્વાનો ઔદંપર્યને જોનારા હોય છે, તેથી તેઓ વિચારી શકે છે કે, ગુણસંપન્ન પુરુષ ઉપાસ્ય છે તે ગુણસંપન્ન પુરુષનું નામ બુદ્ધ હોય, કે મુક્ત હોય, કે અહેતું હોય, તેનાથી કોઈ ભેદ પડતો નથી. વળી યોગમાર્ગના સેવનથી દૂર કરવા યોગ્ય કર્મોને પ્રધાન કહેવામાં આવે, કે કર્મ કહેવામાં આવે, કે વાસના કહેવામાં આવે તેનાથી કોઈ ભેદ પડતો નથી, માટે ઉપાસ્યના વિષયમાં અને યોગમાર્ગના પ્રયત્નથી અપનેય એવા કર્મના વિષયમાં ઔદંપર્યશુદ્ધ વિચારવું જોઈએ અને આગ્રહને છોડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org