________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪
ભગવાને બતાવેલા પદાર્થોને યુક્તિ અને અનુભવથી યથાસ્થાને જોડીને ઉપાસ્ય એવા પૂર્ણપુરુષવિષયક વિશિષ્ટ વિમર્શ કરે, અને ભવનું કારણ એવું કર્મ કેવું માનવું ઉચિત છે તેનો વિશેષ વિમર્શ કરે, તો અનુભવને અનુરૂપ ભગવાનનું આ વચન છે તેવો સ્થિર અધ્યવસાય થાય છે, અને ભગવાને કહેલા પદાર્થને યુક્તિ અને અનુભવથી જાણવાના કરાયેલા યત્નથી ભગવાન પ્રત્યે જ વિશિષ્ટ ભક્તિ થાય છે, અને તે પ્રકારે ભગવાનની વિશિષ્ટ ઉપાસના થવાના કારણે તેમનામાં રહેલ મિથ્યાત્વનો વિશેષ પ્રકારે નાશ થાય છે અર્થાત્ ક્ષયોપશમભાવનું સમ્યક્ત્વ હોય તો તે ક્ષયોપશમભાવનું સમ્યક્ત્વ અધિક અધિક નિર્મળ-નિર્મળતર થાય છે, તેથી તેવા જીવોને આશ્રયીને વિશેષ વિમર્શ નિર્જરાનો હેતુ છે.
૯૦
વળી આ પ્રકારનો વિશેષ વિમર્શ તત્ત્વના યથાર્થ અવલોકનપૂર્વક હોવાથી તે મહાત્મામાં વર્તતા તત્ત્વજ્ઞાનગર્ભ એવા વૈરાગ્યનો જીવાતુ બને છે, અર્થાત્ તે મહાત્મામાં વર્તતું તત્ત્વજ્ઞાનગર્ભ વૈરાગ્ય પુષ્ટ-પુષ્ટતર થાય છે; કેમ કે અનુભવ અને યુક્તિથી સર્વજ્ઞે કહેવા પદાર્થ યથાર્થ જોવાથી સર્વશે કહેવા તત્ત્વજ્ઞાનથી તે મહાત્માનું ચિત્ત અત્યંત ભાવિત થાય છે જેથી પૂર્વ કરતાં અધિક અધિક નિર્લેપતા પ્રાપ્ત થાય છે. તેથી ગુણવાન પુરુષવિષયક વિશેષવિમર્શ અને ભવના કારણવિષયક વિશેષ વિમર્શ તેવા જીવો માટે કલ્યાણનું કારણ છે, માટે ઈશ્વરવિષયક અને ભવના કારણવિષયક વિશેષવિમર્શ કાલાતીત કહે છે એ પ્રમાણે સર્વથા નિષ્ફળ નથી. ફક્ત આદ્ય ભૂમિકાવાળા જીવો માટે વિશેષવિમર્શ વિફળ છે અને તત્ત્વજિજ્ઞાસુ અને મધ્યસ્થ બુદ્ધિવાળા જીવો માટે તે વિશેષવિમર્શ વિશિષ્ટ કલ્યાણનું કારણ છે. એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી કહે છે -
શ્લોક ઃ
आस्थितं चैतदाचार्यैस्त्याज्ये कुचितिकाग्र । शास्त्रानुसारिणस्तर्कान्नामभेदानुपग्रहात् ।। २४ ।।
અન્વયાર્થ:
==અને ચિતિજાપ્રદે ત્યાજ્યે=કુચિતિકાનો આગ્રહ ત્યાજ્ય હોતે છતે શાસ્ત્રાનુસારિળસ્તńત્=શાસ્ત્રાનુસારી તર્કથી નામમેવાનુપપ્રજ્ઞા-નામભેદનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org