________________
૮૪
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨-૨૩
ભવના કા૨ણવિષયક જે ભેદ છે, તે પણ નિરર્થક છે. કેમ નિરર્થક છે ? તેમાં યુક્તિ આપે છે
શ્લોક-૨૦માં કહેલ કે છદ્મસ્થ જીવોને વિશેષનું અપરિજ્ઞાન છે, યુક્તિઓ જાતિવાદરૂપ હોવાથી પ્રાયઃ વિરોધી છે, અને પરમાર્થથી ફળનો અભેદ છે, તે કારણથી પ્રધાનવિષયક મૂર્તત્વાદિરૂપ ભેદ છે તે નિરર્થક છે.
આશય એ છે કે, સર્વ ઉપાસકો યોગના સેવન દ્વારા ભવના કારણને દૂર કરવા પ્રયત્ન કરે છે; કેમ કે સર્વદર્શનકારો કહે છે કે, ભવના ઉચ્છેદ અર્થે યોગમાર્ગનું સેવન કરવું જોઈએ, તેથી યોગમાર્ગના સેવન દ્વારા ભવના કારણનો ઉચ્છેદ થાય છે તેમ સર્વને અભિમત છે, તે ભવના કારણમાં મૂર્તત્વ-અમૂર્તત્વાદિરૂપ કોઈ ભેદ હોય, તે ભેદની યોગમાર્ગના સેવનમાં કોઈ ઉપયોગિતા નથી; કેમ કે ઉપાસકો ક્લેશનાશ થાય તે રીતે યોગમાર્ગની ઉપાસના કરતા હોય તો તે ઉપાસનાથી ભવના કારણનો ઉચ્છેદ થશે, પરંતુ તે ઉપાસકો ભવના કારણને મૂર્તરૂપે સ્વીકારીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ ક૨શે તો ભવના કારણનો ઉચ્છેદ થશે, કે અમૂર્તરૂપે સ્વીકારીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ ક૨શે તો ભવના કારણનો ઉચ્છેદ થશે તેવો કોઈ નિયમ નથી, માટે ભવનું કારણ મૂર્ત હોય કે અમૂર્ત હોય તે અંગે વિવાદ ભવના ઉચ્છેદમાં ઉપયોગી નથી. [૨૨]
અવતરણિકા :
यत एवम् - અવતરણિકાર્ય :
જે કારણથી આ પ્રમાણે છે=ઈશ્વરમાં અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના પૂર્ણપુરુષની ઉપાસનામાં નિરર્થક છે, અને યોગમાર્ગની ઉપાસના દ્વારા ઉચ્છેદ કરવા યોગ્ય એવા ભવના કારણમાં મૂર્તત્વ-અમૂર્તત્વાદિરૂપ ભેદની કલ્પના નિરર્થક છે, એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ પ્રમાણે છે, તે કારણથી શું તે શ્લોકમાં બતાવે છે –
શ્લોક ઃ
ततोऽस्थानप्रयासोऽयं यत्तद्भेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ।।२३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org