________________ 77 ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૦ કારિપણાનું સ્વભાવભેદમાં નિયતપણું હોવાને કારણે અનિત્ય જ છે=આત્મા અનિત્ય જ છે. કૃતિ શબ્દ વેદાંતીની અને બૌદ્ધની યુક્તિઓના પરસ્પર વિરોધના કથનની સમાપ્તિસૂચક છે. પત્ની...... પરમાર્થતા, અને ભાવથી=પરમાર્થથી, ગુણના પ્રકર્ષવિશેષવાળા પુરુષની આરાધનાથી સાધ્ય એવા ક્લેશક્ષયસ્વરૂપ ફળનો ક્વચિત્ આરાધ્યગત નિત્ય-અનિત્યવાદિ વિશેષ હોતે છતે પણ અભેદ હોવાને કારણે=અવિશેષ હોવાને કારણે, અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ નિરર્થક છે એમ અત્રય છે. અહીં પ્રશ્ન થાય કે આરાધ્યગત વિશેષ હોવા છતાં પણ ગુણના પ્રકર્ષવાળા પુરુષની આરાધનાથી સાધ્ય એવા ફળનો અવિશેષ કેમ છે ? તેમાં હેતુ કહે છે - ... વિશેષાવિત્તિ 1 ગુણના પ્રકર્ષવિષય બહુમાનનું જ ફળદાયકપણું છે અને તેનો ગુણપ્રકર્ષતો, સર્વત્ર મુક્તાદિમાં અવિશેષ છે. તિ શબ્દ શ્લોક-૧૯માં કહેલા અનાદિશુદ્ધ ઈત્યાદિ ભેદ નિરર્થક છે તેમાં બતાવેલા ત્રણ હેતુઓના વર્ણનની સમાપ્તિસૂચક છે. પરા મુtવતાવશેષતસ્ય પાઠ મુદ્રિતપ્રતમાં અને હસ્તપ્રતમાં છે તે અશુદ્ધ જણાય છે ત્યાં યોગબિંદુ શ્લોક-૩૦૪ પ્રમાણે મુવિદ્વતાવિશેષમતી પાઠ સંગત છે તેથી તે મુજબ અર્થ કરેલ છે. અને મુતિમાં મતથી બુદ્ધ, અહંતુ વગેરેનું ગ્રહણ કરવું. વત્રત્યાનિત્યસ્વાવો - અહીં મન થી સર્વગત-અસર્વગતનું ગ્રહણ કરવું. ટીકામાં તસ્ય સર્વત્ર મુdવાવશેષાત્ હેતુ છે તેમાં તસ્ય પછી કારની સંભાવના છે તેથી તચ વ સર્વત્ર મુpવાવશેષાત્ પાઠ હોવો જોઈએ. ભાવાર્થ :અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના કેમ નિરર્થક છે, તેમાં કાલાતીતે આપેલા ત્રણ હેતુઓનું કથન - શ્લોક-૧૯માં કાલાતીતે કહેલ કે, પૂર્ણપુરુષ એવા ઈશ્વરની ઉપાસના કરનાર તે તે દર્શનકારો અનાદિશુદ્ધ ઇત્યાદિ જે ભેદની કલ્પના કરે છે તે નિરર્થક છે. કેમ નિરર્થક છે ? તેમાં ત્રણ હેતુઓ કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org