________________
‘દ્વાચિંશદ્વાäિશિકા' ગ્રંથની “સમ્યગ્દષ્ટિદ્વાäિશિકા'ના | શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩ર૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, “તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master " Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે.
આ “સમ્યગ્દષ્ટિઢાત્રિશિકા' ‘દ્વત્રિશદ્વાઢિશિકા' ગ્રંથનું ૧૫મું પ્રકરણ છે. વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સેવનારા અપુનબંધક જીવો, નિવૃત્તઅસદ્ગહવાળા અને સદ્ગહપ્રવૃત્ત હોવાને કારણે તત્ત્વમાર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક કષાયોનો ઉપશમ કરીને કમસર સમ્યગ્દષ્ટિ થાય છે. તેવા સમ્યગ્દષ્ટિ જીવોનું સ્વરૂપ પ્રસ્તુત દ્વાત્રિશિકામાં બતાવેલ છે.
આ કાર્નાિશિકામાં સમ્યગ્દર્શનનાં લિંગ શ્લોક-૨ થી ૬માં, સમકિતપ્રાપ્તિની પ્રક્રિયા શ્લોક-૭ થી ૧૦માં, સમ્યગ્દર્શનનો મહિમા, ફળ, સમકિતીની સાંસારિક પ્રવૃત્તિ ઇત્યાદિ શ્લોક-૧૧-૧રમાં બતાવેલ છે. ત્યારબાદ સમકિતી અને બોધિસત્ત્વની સરખામણી શ્લોક-૧૩ થી ૧૫માં કરેલ છે અને ત્યારપછી અત્યંત વિસ્તારથી નવ્યન્યાયની પરિભાષાથી શિષ્ટના લક્ષણની વિસ્તૃત મીમાંસા કરવામાં આવેલ છે.
રાગ-દ્વેષના તીવ્ર પરિણામરૂપ ગ્રંથિના ભેદથી પ્રગટ થતાં સમ્યગ્દષ્ટિનાં લિંગો આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org