________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮
પ૯ વળી અવિરત સમ્યગ્દષ્ટિની સંયમમાં શક્તિ નથી તેથી સંયમ ગ્રહણ કરતો નથી, પરંતુ સંયમ પ્રત્યે બળવાન રાગ છે, તેથી ભગવાનના વચનાનુસાર સન્શાસ્ત્રોને સાંભળે છે; અને શાસ્ત્રો સાંભળવાની ક્રિયાથી ચારિત્રની શક્તિનો સંચય કરે છે, અને ચારિત્ર પ્રત્યેના બદ્ધરાગથી પણ ચારિત્રની શક્તિનો સંચય કરે છે અને દેવ-ગુરુની વૈયાવચ્ચથી પણ ચારિત્રની શક્તિનો સંચય કરે છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ જીવ શ્રદ્ધાનુસારી શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ કેમ કરી શકે છે ? તેથી ટીકામાં સ્પષ્ટતા કરી કે સમ્યગ્દષ્ટિ જીવ ઉપર પ્રકૃતિની અપ્રવૃત્તિ છે અને વિરોધી પ્રકૃતિનો યોગ છે, તેના કારણે પરિશુદ્ધ ઊહાપોહનો યોગ પ્રગટેલો છે, અને પરિશુદ્ધ ઊહાપોહનો યોગ સમ્યગુ અનુષ્ઠાનનું અવંધ્યકારણ છે, તેથી પરિશુદ્ધ ઊહાપોહના યોગ વડે શુશ્રુષાદિ ક્રિયાઓ આક્ષિપ્ત થાય છે.
આશય એ છે કે કર્મપ્રકૃતિની અસર તળે જીવ પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી જીવમાં પરિશુદ્ધ ઊહાપોહ પ્રગટતો નથી, આથી જ અપુનબંધકમાં માર્ગાનુસારી ઊહાપોહ હોવા છતાં પરિશુદ્ધ ઊહાપોહ નથી.
વળી કર્મપ્રકૃતિનો અધિકાર જીવ ઉપર વર્તતો નથી, અને કર્મની પ્રકૃતિના અધિકારથી જે પ્રવૃત્તિ જીવથી થતી હતી, તેનાથી વિરોધી પ્રકૃતિનો યોગ જીવમાં થાય છે ત્યારે તેનાથી તે જીવમાં પરિશુદ્ધ ઊહાપોહ પ્રગટે છે, તેના કારણે સમ્યગ્દષ્ટિ જીવને કર્મરહિત આત્માની અવસ્થા પરમ સારરૂપે દેખાય છે અને કર્મવાળી અવસ્થા વિકૃતિરૂપ દેખાય છે અને જીવની વિકૃતિને દૂર કરવા માટે ભગવાનનું વચન ઉપાયરૂપે દેખાય છે, તેથી સર્વત્ર ભગવાનના વચનનું સમાલોચન કરીને સમ્યગ્દષ્ટિ પ્રવૃત્તિ કરે છે, તેના કારણે સમ્યગ્દષ્ટિ જીવ પોતાની જે અનુષ્ઠાનમાં શક્તિ હોય તે અનુષ્ઠાનમાં શક્તિ ગોપવ્યા વગર અવશ્ય યત્ન કરે છે, કેમ કે પરિશુદ્ધ ઊહાપોહનો યોગ સ્વશક્તિ અનુસાર અનુષ્ઠાનમાં સમ્યગૂ યત્ન કરાવે તેવો નિયમ છે, અને સમ્યગું અનુષ્ઠાન શક્તિના પ્રકર્ષથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગ અનુષ્ઠાનમાં પર્યવસાન પામે તેવું હોય છે. માટે સમ્યગ્દષ્ટિને સદા યોગ વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org