________________
૪૮
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ભાવાર્થ :(i) અપુનબંધકમાં દ્રવ્યથી યોગ અને સમ્યગ્દષ્ટિમાં ભાવથી યોગની યુક્તિ:(i) પ્રધાન દ્રવ્યયોગ અને ભાવયોગનું સ્વરૂપ :
શ્લોક-૧૫માં સ્થાપન કર્યું કે પ્રતિસોતાનુગામીપણું હોવાને કારણે અપુનબંધકને યોગ છે, એમ જે ગોપેન્દ્ર કહે છે તે ઉચિત વચન છે. ત્યાં પ્રશ્ન થાય કે જીવમાં
જ્યારે સમ્યક્ત્વ પ્રગટે છે ત્યારે સંસારનું પારમાર્થિક સ્વરૂપ દેખાય છે અને મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ દેખાય છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ પારમાર્થિક એવા મોક્ષનો અર્થી બને છે, માટે સમ્યગ્દષ્ટિને યોગ છે એમ કહેવું ઉચિત છે, પરંતુ જેનામાં હજુ વિપર્યાય ગયો નથી તેવા અપુનબંધકમાં મોક્ષના કારણભૂત એવો યોગ છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
અપુનબંધક જીવો સદાચારનું પાલન કરે છે, તે રૂપ ક્રિયાનો વ્યાપાર, આત્માનું મોક્ષની સાથે યોજન કરે તે રૂપ પારમાર્થિક યોગનો હેતુ છે, તેથી ભાવથી યોગનું કારણ એવો દ્રવ્યયોગ અપુનર્બલકમાં છે, તેને આશ્રયીને ગોપેન્દ્ર અપુનબંધકમાં યોગ સ્વીકારે છે, તે ઉચિત વચન છે; અને મોક્ષની સાથે આત્માનું યોજન કરે એવો પારમાર્થિક યોગ સમ્યગ્દષ્ટિને હોય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષને જીવની પૂર્ણ આરોગ્ય અવસ્થારૂપે જુએ છે અને ભવને જીવની રોગવાળી અવસ્થારૂપે જુએ છે, તેથી જેમ રોગી માણસને આરોગ્યમાં એકધારું લગ્ન હૃદય હોય છે, પરંતુ ક્યારેય પણ રોગ અવસ્થામાં પ્રીતિ થતી નથી, તેમ સમ્યગ્દષ્ટિને જીવની આરોગ્યવાળી અવસ્થારૂપ મોક્ષમાં એકધારું લગ્ન હૃદય હોય છે, પરંતુ ક્યારેય પણ રોગવાળી અવસ્થારૂપ ભવમાં પ્રીતિ થતી નથી. આવા સમ્યગ્દષ્ટિ જીવોએ તત્ત્વને જોવામાં બાધ કરે તેવા તીવ્ર રાગ-દ્વેષનો નાશ કરેલો હોય છે, તેથી તેઓને ભાવથી યોગ હોય છે; કેમ કે મોક્ષની આકાંક્ષામાં સતત ચિત્ત છે જેનું એવા સમ્યગ્દષ્ટિની જે જે ચેષ્ટાઓ છે=પ્રવૃત્તિઓ છે, તે સર્વ મોક્ષપ્રાપ્તિરૂપ ફળમાં પર્યવસાન પામનાર છે, માટે સમ્યગ્દષ્ટિને પારમાર્થિક યોગ છે, અને અપુનબંધકને સાર્વદિક તેવો પરિણામ નથી=સમ્યગ્દષ્ટિની જેમ ભવને રોગરૂપે અને મોક્ષને આરોગ્યરૂપે જુએ તેવો પરિણામ નથી; તોપણ ગાઢ સંસારનો રાગ કંઈક મંદ થયેલો છે, તેથી સદાચારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org