________________
અપુનર્બધકદ્વાત્રિશિકા/શ્લોક-૭ ભાવાર્થ :અપુનર્બલકની શાંત-ઉદાત્ત પ્રકૃતિનું સ્વરૂપ :
ઉત્કટ ભાવમળના વિગમનને કારણે કોઈ જીવમાં ગાઢ મિથ્યાત્વ મંદ થયેલ હોય, આમ છતાં ઉપદેશાદિની સામગ્રી ન મળેલી હોય તો સંસારના અત્યંત આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરતો પણ હોય અને ન પણ કરતો હોય. વળી આ બંને પ્રકારના જીવોમાંથી જે જીવો અત્યંત હિંસાદિ આરંભની પ્રવૃત્તિ કરનારા છે, તેઓ પણ ઉપદેશાદિની સામગ્રી મળે તો હિંસાદિના આરંભથી નિવર્તન પામે તેવા હોય છે. ઉત્કટ ભાવમળના વિગમનને કારણે આવા મંદ મિથ્યાષ્ટિ જીવોમાં તત્ત્વ પ્રત્યેનું વલણ થવામાં બાધક એવા સંક્લેશનો અયોગ છે, એટલે કે એવો સંક્લેશ નાશ પામેલો છે, અને તેવા સંક્લેશઅયોગથી વિશિષ્ટ, કલ્યાણના ફળવાળી એવી તેઓની પ્રકૃતિ છે.
જેમ – શ્રીપાળ મહારાજા પૂર્વભવમાં શ્રીકાંત રાજા હતા ત્યારે શિકારાદિ કરનારા હતા અને સાધુને કનડગત કરે તેવી પ્રવૃત્તિવાળા હતા, આમ છતાં શ્રીમતી રાણીની પ્રેરણાથી શ્રાવક બન્યા. આવા જીવોમાં અતત્ત્વ પ્રત્યેની ગાઢ પરિણતિ મંદ થયેલી હોવાના કારણે સંક્લેશનો અયોગ થાય તેવી, અને ભવિષ્યમાં વિશિષ્ટ કલ્યાણને પ્રાપ્ત કરે તેવી યોગ્યતા હોય છે, તેવા જીવો અપુનબંધકને ઉચિત ભાવી કલ્યાણની પ્રકૃતિવાળા છે. આવી પ્રકૃતિને કારણે ઉપદેશાદિની સામગ્રીને પામીને તેઓ શાંત અને ઉદાત્ત થાય છે ત્યારે તેઓના ઇન્દ્રિય અને કષાયોના વિકારો ઉત્કટ રહેતા નથી, પરંતુ તત્ત્વ તરફ જવામાં અતિ બાધક બને તેવા ઇન્દ્રિયના વિકારો અને કષાયો શાંત થાય છે, તેથી પોતે જે ભૂમિકામાં છે, તેનાથી ઉચ્ચ ઉચ્ચતર યોગમાર્ગના સેવન પ્રત્યે બદ્ધચિત્તવાળા થાય છે, તેથી આવા જીવોની પૂર્વસેવાની આચરણા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે, માટે યોગશાસ્ત્રમાં આવા જીવોની પ્રકૃતિને આશ્રયીને પૂર્વસેવાદિરૂપ વ્યવહાર કહેલ છે, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.
“આવા જીવો શુભ ચિત્તના આશ્રય છે” એમ પૂર્વમાં કહ્યું. તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ સંસારમાં કોઈ જીવ સૌભાગ્ય, આદેય આદિવાળો હોય, ધનથી યુક્ત હોય, રૂપવાળો હોય અને તરુણ હોય તો તે જીવ શબ્દ, રૂપ, રસ, ગંધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org