________________
૧૮
અપુનર્બધકદ્વાત્રિશિકા/શ્લોક-૧ ટીકાર્ય :
શ.... પૂર્વસેવેતિ શા આવા પ્રકારની સંક્લેશઅયોગવિશિષ્ટ પ્રકારની, એ ધ્યભદ્રવાળી=કલ્યાણના ફળવાળી, પુરુષની પ્રકૃતિને આશ્રયીને પૂર્વસેવાદરૂપ વ્યવહાર, શાસ્ત્રમાં યોગગ્રંથમાં, રહેલો છેપ્રસિદ્ધ છે. તેથી જ આ, યુક્ત કહેવાયું છે; અને તે ‘દુર થી સ્પષ્ટ કરે છે –
અન્યત્ર ઉપચારથી જ પૂર્વસેવા છે' એ યુક્ત કહેવાયું છે. એમ અન્વય છે. ill
ભાવાર્થ :
નજીકમાં કલ્યાણની પ્રાપ્તિવાળા અપુનબંધકમાં પૂર્વસેવાદિ ઉચિત આચરણા :
જીવમાં ભાવમળ કંઈક ઓછો થાય છે ત્યારે તીવ્ર સંક્લેશનો અયોગ થાય છે, અને તે વખતે જીવને તત્ત્વ સાંભળવાની સામગ્રી મળે તો તત્ત્વ પ્રત્યે વલણ થાય તેવા પ્રકારની પ્રકૃતિ હોય છે, તેથી તે પ્રકૃતિ સંક્લેશઅયોગથી વિશિષ્ટ અને કલ્યાણના ફળવાળી કહેવાય છે, અને આવી પ્રકૃતિને આશ્રયીને શાસ્ત્રકારોએ પૂર્વસેવાદિ વ્યવહાર કહ્યો છે.
તેથી એ ફલિત થાય કે આવી પ્રકૃતિવાળા જીવો પૂર્વસેવાદિની આચરણા કરે તો તેઓની મુખ્ય પૂર્વસેવા બને, અને જેઓમાં આવા પ્રકારની ઉત્તમ પ્રકૃતિ નથી, તેઓ પૂર્વસેવાની આચરણા કરતા હોય તોપણ તે પૂર્વસેવા નથી, તેથી પૂર્વમાં કહ્યું કે “સબંધકાદિમાં ઉપચારથી પૂર્વસેવા છે' તે વચન યુક્ત છે.
આનાથી એ પ્રાપ્ત થાય કેસકૃબંધકાદિમાં કારણમાં કાર્યના ઉપચારથી પૂર્વસેવા છે અથવા અનાલોચન દ્વારા અમુખ્યત્વરૂપ ઉપચારથી પૂર્વસેવા છે, તે બંને મત યુક્ત છે; કેમ કે અપુનબંધક સિવાયના જીવોની પૂર્વસેવાની આચરણા પૂર્વસેવાનું કાર્ય કરતી નથી, માટે વસ્તુતઃ પૂર્વસેવા નથી, પરંતુ ઉપચારથી પૂર્વસેવા છે.
વિશેષ એ છે કે જે જીવોમાં તીવ્ર સંક્લેશનો અયોગ છે અર્થાત્ તત્ત્વ પ્રત્યેના વલણમાં પ્રતિબંધક એવો ઉત્કટ વિપર્યાસનો પરિણામ જેમનો ગયો છે, તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org