SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૪ એ પ્રમાણે નથી જ, એ અર્થનો પ્રદર્શક છે સકૃબંધકાદિમાં પૂર્વસેવાનો કરાયેલો ઉપચાસ આ અર્થને બતાવનાર છે.” (યોગબિંદુ શ્લોક-૧૮૦) વળી બીજા અન્યત્ર=સકૃબંધકાદિમાં, અનાલોચતગર્ભપણું હોવાના કારણે=ભવસ્વરૂપનિર્ણાયક ઊહાપોહાદિના અભાવથી યુક્તપણું હોવાને કારણે, આને=ઉપચરિત પૂર્વસેવાને, કહે છે. પૂર્વના પક્ષમાં કાર્યથી પરિણામી કારણને સર્વથા ભિન્ન નહીં સ્વીકારનાર પક્ષમાં, કારણમાં કાર્યનો ઉપચાર છે. વળી અહીં=શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવેલ બીજા પક્ષમાં, અનાલોચન દ્વારા અમુખ્યત્વરૂપ ઉપચાર છેઆભાસિક પૂર્વસેવા છે, એ પ્રકારનો વિશેષ છે એ પ્રકારનો ભેદ છે. જા નોંધ :- ટીકામાં આપેલ યોગબિંદુના ઉદ્ધરણમાં વાદુન્યત્રીન્યક્તિ પ્રદર્શ' ના સ્થાને ‘વહુન્યચિત~ર્શ:' એ પાઠ યોગબિંદુ શ્લોક-૧૮૦ પ્રમાણે જોઈએ. ભાવાર્થ :સબંધકની ઉપચારથી પૂર્વસેવા કઈ અપેક્ષાએ છે, તેનું સ્પષ્ટીકરણ : શ્લોક-૩ના ઉત્તરાર્ધમાં કહેલ કે સકૃબંધકાદિ અપુનબંધકની આસગ્નવર્તી જીવો છે, તેથી અપુનર્ધધક કરતાં સબંધકાદિનો અતિભેદ નથી, માટે સફબંધકાદિમાં પૂર્વસેવાનો ઉપચાર છે. તે ઉપચાર કઈ અપેક્ષાએ છે તે આ શ્લોકના પૂર્વાર્ધથી સ્પષ્ટ કરે છે – કાર્યથી પરિણામી કારણ સર્વથા ભિન્ન નથી, જેમ ઘટાદિરૂપ કાર્યથી મૃપિંડાદિ પરિણામી કારણ સર્વથા ભિન્ન નથી; કેમ કે મૃપિંડમાં ઘટની યોગ્યતા છે અને તે યોગ્યતાને કારણે મૃપિંડ ઘટરૂપે પરિણમન પામે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઉપાદાનકારણમાં કાર્યરૂપે થવાની નજીકની ભૂમિકા છે, તેથી ઉપાદાનકારણ કાર્યથી સર્વથા ભિન્ન નથી. એ રીતે અપુનબંધકાદિ જીવોથી સકૃબંધકાદિ જીવોમાં પણ સર્વથા ભિન્નતા નથી; કેમ કે સફબંધકાદિ જીવો જ અપુનબંધકાદિરૂપ થાય છે. આનાથી એ ફલિત થાય કે અપુનબંધકની ગુર્વાદિપૂજારૂપ આચરણા અને સફબંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણા કથંચિત્ ભિન્ન હોવા છતાં સર્વથા ભિન્ન નથી; કેમ કે સબંધકાદિ જીવો ગુર્વાદિપૂજારૂપ આચરણાને સેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy