________________
૧૧૭
અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ - અપુનબંધક જીવોનાં વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનો પણ પ્રશાંતવાહિતાનું કારણ :
અપુનબંધકની અનેક અવસ્થાઓ છે, તેથી આઘભૂમિકાવાળા મુગ્ધ અપુનબંધકો તે તે શાસ્ત્રમાં કહેલ મુમુક્ષુજનયોગ્ય ભૃગુપાતાદિ અનુષ્ઠાનને મોક્ષના ઉપાયરૂપે જાણીને મોક્ષ અર્થે ભૃગુપાતાદિમાં યત્ન કરે છે, અને તે અનુષ્ઠાન સાવદ્ય હોવા છતાં તે ભૂમિકામાં મોક્ષના અભિલાષપૂર્વક કરાતું હોવાથી કંઈક પ્રશાંતવાહિતાને ઉત્પન્ન કરે છે. વળી કેટલાક અપુનબંધક જીવો કંઈક વિવેકવાળા હોય છે, તેઓ તે તે દર્શનમાં કહેવાયેલા યમ, નિયમ આદિ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનને સેવે છે, અને તેઓની તે ભૂમિકામાં સેવાયેલું તે અનુષ્ઠાન પ્રશાંતવાહિતાને ઉત્પન્ન કરે છે, કેમ કે વિષયશુદ્ધ અનુષ્ઠાન કરનારા અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કરનારા બન્ને પ્રકારના અપુનબંધક જીવોનો અસથ્રહ નિવૃત્ત થયેલો છે, અને સદ્ગત પ્રવૃત્ત છે. તેથી તત્ત્વનો પક્ષપાત વર્તે છે, માટે તેઓનું અનુષ્ઠાન તત્ત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા કષાયો શાંત થવાનું કારણ બને છે, આથી તેઓ સ્વભૂમિકાને અનુરૂપ મોક્ષ અર્થે જે કંઈ પણ અનુષ્ઠાન સેવે છે, તે પ્રશમ સુખનું કારણ છે.
આશય એ છે કે અપુનબંધક જીવો પોતાના ક્ષયોપશમ પ્રમાણે સંસારના સ્વરૂપનું આલોચન કરે છે, વળી સ્વબોધ અનુસાર અતત્ત્વ પ્રત્યેનું વલણ નિવૃત્ત થયેલું છે અને તત્ત્વ પ્રત્યેનું વલણ થયેલું છે, તેથી તેવા જીવો મોક્ષના અર્થી બન્યા છે. તેઓને જેમ જેમ મોક્ષના ઉપાયમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રજ્ઞા ખૂલે છે, તેમ તેમ પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક વિવેકપૂર્વક મોક્ષની પ્રવૃત્તિ કરે છે, અને સ્વબોધ અનુસાર મોક્ષને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સેવીને મોક્ષ પ્રત્યેના અધિક અધિક પક્ષપાતવાળા થાય છે, તેથી તેઓ જે અનુષ્ઠાન સેવે છે, તેનાથી મોક્ષ પ્રત્યેનો વિશેષ પક્ષપાત ઉત્પન્ન કરવામાં પ્રતિબંધક એવાં કર્મોનો ઉપશમ થાય છે, તેથી તેઓનું મોક્ષ અર્થે કરાતું અનુષ્ઠાન પ્રશાંતવાહિતાનું કારણ છે, જે પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક મોક્ષ પ્રત્યેનો પક્ષપાત કરાવે છે, અને મોક્ષના ઉપાયોને જાણીને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org