________________
૧૧૪
અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧
ઉદ્દેશ મોક્ષ છે, આમ છતાં પ્રથમનાં બે અનુષ્ઠાનો મોક્ષને પરિપૂર્ણ અનુકૂળ નથી, જ્યારે ત્રીજું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન મોક્ષને પરિપૂર્ણ અનુકૂળ છે, માટે અવ્યભિચારી ફળવાળું છે, તેથી ત્રણે અનુષ્ઠાનોમાં તે સર્વોત્તમ છે.
આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન સમ્યગ્દષ્ટિને હોય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રષ્ટિથી સર્વ પ્રવૃત્તિ કરનારા હોય છે, તેથી જે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ છે, તેનો નિર્ણય કરીને અને આત્માદિ પ્રત્યય દ્વારા સ્વકૃતિસાધ્યત્વાદિનો નિર્ણય કરીને, પોતાની કૃતિથી જે અનુષ્ઠાન થઈ શકે તે અનુષ્ઠાનનો સ્વીકાર ક૨ીને, શાસ્ત્રવચનાનુસાર તે અનુષ્ઠાન સેવે છે.
સમ્યગ્દષ્ટિના આ અનુષ્ઠાનનું વાસ્તવિક સ્વરૂપ દૃષ્ટાંતથી બતાવે છે -
જેમ કોઈ ફળથી ભરચક એવા ન્યગ્રોધાદિ વૃક્ષનું બીજ જમીનમાં વાવવામાં આવે, પછી તેનાં અંકુરાનો ઉદ્ગમ થાય, અને તે જ અંકુરો ક્રમસર વૃદ્ધિ પામીને ફળથી લચી પડેલા ન્યગ્રોધાદિ વૃક્ષનું રૂપ બને છે, તેના જેવું સમ્યગ્દષ્ટિનું અનુષ્ઠાન છે.
અહીં દૃષ્ટાન્ત-દાન્તિકભાવ આ પ્રમાણે છે
ફળસ્થાનીય
→
વૃક્ષસ્થાનીય
→
અંકુરાના ઉદ્ગમસ્થાનીય →
સર્વથા સર્વત્ર સંગરહિત એવો અસંગભાવ
શાસ્ત્રાનુસારી સંયમની પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા સ્વભૂમિકાનું આલોચન કરીને ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ અર્થે કરાતું અનુષ્ઠાન
બીજસ્થાનીય
જે યોગીઓએ અસંગભાવના સંયમને પ્રાપ્ત કર્યું છે તે યોગીઓનું સંયમ ફળવાળા ન્યગ્રોધ વૃક્ષ જેવું છે, અને આ અસંગભાવના અનુષ્ઠાનનું બીજ સમ્યક્ત્વ છે; કેમ કે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે મોક્ષના એક ઉપાયભૂત=કર્મનાશના એક ઉપાયભૂત, અસંગભાવવાળી અવસ્થા જ સારભૂત દેખાય છે, તેથી સમ્યક્ત્વરૂપી બીજ ક્રમે કરીને ફળવાળા ન્યગ્રોધ વૃક્ષ જેવા સંયમની પરિણિતનું કારણ બને છે. વળી સમ્યગ્દષ્ટિ જીવો જ્યારે સ્વશક્તિ આદિનું સમાલોચન કરીને ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરે છે, ત્યારે તેમનામાં
Jain Education International
→ સમ્યક્ત્વ
For Private & Personal Use Only
www.jainelibrary.org