________________
૧૧૧
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ભાવાર્થ - સાનુબંધ યોગના આરંભક જીવોની માતાના ગર્ભયોગમાં પણ ઉચિત ક્રિયા:સદ્યોગારંભક અને અસદ્યોગારંભકનો તફાવત :
શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્રપ્રત્યયપૂર્વક પ્રવૃત્તિ કરે છે, માટે તેમને ભાવથી યોગ છે. હવે અજાત્યમયૂર કરતાં જાત્યમયૂરનો જેમ સદા ભેદ છે, તેમ અસોગારંભક જીવો કરતાં સદ્યોગારંભક એવા સમ્યગ્દષ્ટિ જીવોનો સદા ભેદ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવો આત્માદિ પ્રત્યાયની અપેક્ષા રાખે છે, તે બતાવવા અર્થે કહે છે –
જેમ જાત્યમયૂરની ઈંડાવાળી અવસ્થા હોય ત્યારે પણ તેના રસ, ચાંચ, ચરણ આદિ અવયવોમાં અજાત્યમયૂરના અવયવો કરતાં વિલક્ષણ શક્તિ હોય છે, તેમ સદ્યોગારંભકની આદિથી જ=ગર્ભાવસ્થાથી જ, અસદ્યોગારંભક કરતાં વિલક્ષણ શક્તિ હોય છે. આથી જ સદ્યોગારંભક એવા તીર્થકરોની માતાના ગર્ભકાળમાં પણ અત્યંત ઉચિત પ્રવૃત્તિ શાસ્ત્રમાં સંભળાય છે.
આનાથી એ ફલિત થાય કે સદ્યોગારંભકમાં શ્રેષ્ઠ કોટીના સદ્યોગારંભક તીર્થકરો છે, અને તેઓ ગર્ભમાં આવે છે ત્યારે પણ સમ્યકત્વને ધારણ કરનારા હોય છે, અને તેઓની અત્યંત ઉચિત પ્રવૃત્તિના ફળસ્વરૂપ માતાની પણ તેમના ગર્ભકાળમાં અત્યંત ઉચિત પ્રવૃત્તિ થાય છે.
આ કથનથી માત્ર તીર્થકરો જ સદ્યોગારંભક છે તેમ કહેવું નથી, પરંતુ જે જીવો સમ્યક્ત્વને પામેલા છે, તેઓ શાસ્ત્રસંજ્ઞાવાળા હોય છે, અને તેઓ શાસ્ત્રવચનનું અવલંબન લઈને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, તેવા સમ્યગ્દષ્ટિ જીવો સદ્યોગના આરંભક હોય છે, માટે પોતાને જે ગુણસ્થાનક સ્વીકારવું હોય તે ગુણસ્થાનક સ્વીકારવા માટે તેઓ આત્માદિ પ્રત્યાયની અપેક્ષા રાખે છે; પરંતુ હાઠિકોની જેમ, કે અવિચારક જીવોની જેમ, આત્માદિ પ્રત્યય વિના પ્રવૃત્તિ કરતા નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવોની સદ્યોગારંભવાળી પ્રવૃત્તિ ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને પૂર્ણ યોગમાર્ગના સેવનમાં પર્યવસાન પામે છે, તેથી તેઓ અવિરતિના ઉદયથી સંયમ ગ્રહણ ન કરે તો પણ પોતાની ભૂમિકા પ્રમાણે શાસ્ત્રવચનાનુસાર ધર્મ, અર્થ અને કામનું તે રીતે સેવન કરે કે જેથી યોગમાર્ગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org