________________
૧૦૪
અપુનઃબંધક દ્વાત્રિંશિકા|શ્લોક-૨૮ થાય છે, પરંતુ જે હાઠિકો=હઠીલા જીવો, પોતાના પ્રયત્નથી અસાધ્ય કંઈ નથી તેવો નિર્ણય કરીને આત્માદિ પ્રત્યય વિના સ્વશક્તિ કરતાં ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને ગ્રહણ કરે, અને એવા સાધક યોગીઓ શક્તિના પ્રકર્ષથી તે અનુષ્ઠાન દ્વારા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે યત્ન કરતા હોય, તોપણ ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી નથી. જેમ ઘટરૂપ કાર્યનો અર્થ ઘટની પ્રાપ્તિના ઉપાયભૂત મૃપિંડાદિને છોડીને, જલાદિ ગ્રહણ કરીને, અત્યંત દૃઢ યત્નપૂર્વક ઘટ બનાવવા માટે યત્ન કરે તોપણ તેના યત્નથી ઘટરૂપ કાર્ય થાય નહીં; તેમ પોતાની શક્તિનું સમાલોચન કર્યા વિના સ્વીકારાયેલા ગુણસ્થાનકની ક્રિયાથી તે ગુણસ્થાનકના ભાવો પ્રગટ થાય નહીં, માટે મોક્ષના અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો પોતાની ભૂમિકા માટે જે શક્ય હોય તે ધર્માનુષ્ઠાન આત્માદિ પ્રત્યયપૂર્વક સ્વીકારે છે, પરંતુ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ઉત્તરના અનુષ્ઠાનને સ્વીકારતા નથી, તેથી અવિરતિના ઉદયવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવો પોતાની શક્તિથી વિરતિની ક્રિયા અસાધ્ય દેખાય તો ભગવદ્ભક્તિ આદિ ઉચિત ક્રિયાઓમાં યત્ન કરે છે, અને તે યત્ન દ્વારા ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની શક્તિને પ્રાપ્ત કરે છે, માટે તેઓના અનુષ્ઠાનનું સેવન તાત્ત્વિકી સિદ્ધિનું કારણ છે, તેથી ‘સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે', એમ શ્લોક-૧૯માં કહેલ, અને ભાવથી યોગ હોવાને કારણે સમ્યગ્દષ્ટિને સાર્વદિક યોગ છે, તેમ શ્લોક૧૬માં કહેલ તે કથન સંગત છે.
અહીં વિશેષ એ છે કે કોઈ સાધકને સર્વવિરતિ ગ્રહણ કરવાનો ઉત્સાહ થયો અને આત્માદિ ત્રણ પ્રત્યય વિના સર્વવિરતિમાં પ્રવૃત્તિ કરે, અને ‘જગતમાં પ્રયત્નથી અસાધ્ય કંઈ નથી' એવા હાઠિક પરિણામવાળા હોય, અને શક્તિના પ્રકર્ષથી સર્વવિરતિમાં ઉદ્યમ કરતા હોય, તોપણ તેમના પ્રયત્નથી સર્વવિરતિનો પરિણામ થાય નહીં.
જેમ પાણીમાંથી ઘણા યત્નથી પણ ઘટ થાય નહીં તેમ કહ્યું, ત્યાં પાણી તો ઘટનું કારણ નથી, જ્યારે સંયમની ક્રિયાઓ તો સંયમની નિષ્પત્તિનું કારણ છે. તેથી હાઠિકો સંયમની ક્રિયામાં દૃઢ યત્નથી પ્રવૃત્તિ કરે તો સંયમ કેમ ન ઉત્પન્ન થાય ? આ પ્રકારની વિચારકને શંકા થાય, તેનું સમાધાન એ છે કે ‘અધિકારી સાધક ઉપાયમાં પ્રવૃત્તિ કરે તો ઉપેયની સિદ્ધિ થાય' આવો નિયમ છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org