________________
•
૫
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૬ હાનિ થાય છે, તેથી અન્યદર્શનવાળા તેને ઘરની દઢ પીઠબંધરૂપ આઘભૂમિકા તુલ્ય કહે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ઘરનો પાયો મજબૂત હોય તો ઘર દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહે છે, તેમ આ ત્રીજા પ્રકારનું અનુષ્ઠાન યોગમાર્ગના દૃઢ પાયાને કરનારું છે. જેમ ઘરના દૃઢ પાયા ઉપર કરાયેલું ચણતર સુરક્ષિત રહે છે, તેમ ત્રીજું અનુષ્ઠાન સેવનારા યોગીઓ જેમ જેમ ઉપરની ભૂમિકામાં જાય છે, તેમ તેમ તે સર્વ ઉપરની ભૂમિકાઓ સુરક્ષિત રહે છે. જો પાયો મજબૂત ન હોય અને ઉપર ચણતર કરવામાં આવે તો ઉપરનું ઘર સુરક્ષિત રહેતું નથી, તેમ જ જીવો યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા પછી ગુરુલાઘવનું આલોચન કર્યા વગર પોતાની શક્તિથી ઉચિત અનુષ્ઠાનને સેવવાનું છોડીને ઉપરના અનુષ્ઠાનને સેવવા માટે યત્ન કરે, તો ઉપર ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને ‘હું એવું છું” એવો સંતોષ માને, પરંતુ પાયો શિથિલ હોવાને કારણે તે ભૂમિકાઓ સ્થિર હોતી નથી;
જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ તો પોતે જે ભૂમિકામાં છે તેનું સમ્યક્ સમાલોચન કરીને જે ઉત્તરની ભૂમિકા પોતાના પ્રયત્નથી સાધ્ય છે, તેનું શાસ્ત્રચક્ષુથી સમાલોચન કરીને ઉત્તરની ભૂમિકામાં તે રીતે દૃઢ યત્ન કરે છે કે જેનાથી તે દોષોનો એવો નાશ થાય કે જેથી ઉત્તરોત્તરમાં તે દોષોની અનુવૃત્તિ ન થાય. તેથી ઉત્તરના અનુષ્ઠાનકાળમાં પૂર્વના દોષોની અનુવૃત્તિ નહીં હોવાથી તે દોષોનો નાશ કમસર વૃદ્ધિ પામીને અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને છે.
આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રવચનથી નિર્ણય કરીને પોતાની ભૂમિકાને અનુરૂપ ધર્માનુષ્ઠાન સેવે છે અને તે ધર્માનુષ્ઠાનમાં તત્ત્વનું સંવેદન થાય તે રીતે સેવન કરે છે, તેથી તત્ત્વસંવેદનથી અનુગત એવું તે અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષના વિગમનને લાવનારું છે, પરંતુ ક્યારેય પૂર્વના દોષોની અનુવૃત્તિ ઉત્તરના અનુષ્ઠાનમાં આવતી નથી.
અહીં વિશેષ એ છે કે ત્રણ પ્રકારના જ્ઞાનમાં તત્ત્વસંવેદન નામનું જ્ઞાન મુનિને હોય છે, તેમ સાધુ સામર્થ્યદ્વાત્રિશિકામાં જે કહેલ છે, તે તત્ત્વસંવેદન નામનું જ્ઞાન અહીં લીધું નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ જીવ પોતાની શક્તિનું સમાલોચન કરીને જે ધર્માનુષ્ઠાન પોતાના પ્રયત્નથી સાધ્ય હોય તે ધર્માનુષ્ઠાનને શાસ્ત્રવચનાનુસાર સેવે છે, ત્યારે અનુષ્ઠાનના સેવનકાળમાં તે અનુષ્ઠાનના પારમાર્થિક ભાવોનું સંવેદન કરે છે, અને તે અનુષ્ઠાનના પારમાર્થિક ભાવોનું સંવેદન થવાને કારણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org