________________
અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫
આ બીજું અનુષ્ઠાન વિવેકરહિત છે. જેમ લૂંટારાઓથી નગરનું રક્ષણ કરવા માટે નગરને ફરતો કિલ્લો કરવામાં આવ્યો હોય, પરંતુ તે નગર કુત્સિત=ખરાબ, રાજાથી અધિષ્ઠિત હોય તો તે નગરમાં લૂંટારાઓનો ઉપદ્રવ સદા રહે છે; કેમ કે કુત્સિત રાજા હોવાથી રાજા સ્વયં લૂંટારો છે, અને રાજાના આશ્રિતો પણ લૂંટારા છે, તેથી અન્ય લૂંટારાઓથી રક્ષણ માટે તે કિલ્લો ઉપયોગી હોવા છતાં નગર લૂંટારાથી ભરેલું જ હોવાથી તે નગરમાં રક્ષણ મળતું નથી, તેમ બીજા પ્રકારનું અનુષ્ઠાન કરનાર જીવો મોક્ષના ઉદ્દેશથી લોકદષ્ટિ અનુસાર યમનિયમનું સેવન કરે છે ત્યારે હિંસાદિ આરંભોથી તેમનું રક્ષણ થાય છે, તોપણ અંતવૃત્તિમાં મિથ્યાત્વનો નાશ નહીં થયેલો હોવાથી વિપર્યાસ વર્તે છે, તેથી અજ્ઞાનદોષથી થતા ઉપઘાતનું નિવારણ થતું નથી. જેમ કિલ્લાથી સુરક્ષિત એવા નગરમાં અન્ય લૂંટારાઓના ઉપદ્રવથી રક્ષણ થાય છે, આમ છતાં નગર કુરાજાથી અધિષ્ઠિત હોવાને કારણે નગરમાં ઉપદ્રવ વર્તે છે; તેમ બીજા પ્રકારનું અનુષ્ઠાન સેવનારા યોગીઓનું હિંસાદિ પાપોથી રક્ષણ થાય છે, આમ છતાં તેમનામાં અજ્ઞાન વર્તે છે, તેથી તેમનામાં વર્તતા અજ્ઞાનના ઉપદ્રવથી તેઓ ઉપઘાત પામે છે, તેથી જેમ કુરાજાથી અધિષ્ઠિત હોવાને કારણે કિલ્લાથી સુરક્ષિત રાજ્ય પણ જેવું હિતનું કારણ થવું જોઈએ તેવું હિતનું કારણ થતું નથી, તેમ બીજા પ્રકારનું અનુષ્ઠાન સેવનારા યોગીઓનું અનુષ્ઠાન તેમનામાં વર્તતા અજ્ઞાનને કારણે તે અનુષ્ઠાન જેવું હિતનું કારણ થવું જોઈએ તેવું હિતનું કારણ થતું નથી.
૯૨
ત્રીજા પ્રકારના અનુષ્ઠાનથી દોષની હાનિ સાનુબંધ થાય છે, તેથી તે અનુષ્ઠાનના સેવનથી જે દોષો નાશ પામ્યા છે, તે દોષોની ફરી અનુવૃત્તિ થતી નથી, અને આ અનુષ્ઠાન ગુરુલાઘવચિંતાથી યુક્ત હોય છે અને દૃઢ પ્રવૃત્તિ અને નિવૃત્તિથી યુક્ત હોય છે.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવો શાસ્ત્રચક્ષુવાળા હોય છે અને શાસ્ત્રવચનાનુસાર ગુરુલાઘવચિંતા કરીને જે અનુષ્ઠાનથી પોતાને મોટો લાભ દેખાય તે અનુષ્ઠાન સેવે છે. શાસ્ત્રવચનાનુસાર યથાર્થ બોધ કરીને જે અનુષ્ઠાન સેવવાની પોતાની શક્તિ છે, તેમાં દૃઢ પ્રવૃત્તિ કરે છે, અને જે પાપોથી પોતે નિવૃત્ત થઈ શકે તેવી શક્તિ છે, તે પાપોથી દૃઢ પ્રયત્નપૂર્વક નિવૃત્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org