________________
૭.
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧
(૫) મધ્યમ ઉપાય-મધ્યમ સંવેગ :
ચોથા પ્રકારના યોગીઓ જેવો મધ્યમ સંવેગ આ પાંચમા પ્રકારના યોગીઓને છે; આમ છતાં યોગમાર્ગનાં અનુષ્ઠાનો ચોથા પ્રકારના યોગીઓ અલ્પ માત્રામાં સેવે છે, તેના કરતાં આ પાંચમા પ્રકારના યોગીઓ અધિક સેવે છે, તેથી મધ્યમ ઉપાય અને મધ્યમ સંવેગવાળા છે. આથી ચોથા પ્રકારના યોગીઓ કરતાં આ યોગીઓ ઊંચી ભૂમિકામાં છે.
(૬) ઉત્કૃષ્ટ ઉપાય-મધ્યમ સંવેગ :
ચોથા અને પાંચમા પ્રકારના યોગીઓને જેવો સંવેગ છે, તેવો સંવેગ આ છઠ્ઠા પ્રકારના યોગીઓને છે, તોપણ યોગમાર્ગનાં અનુષ્ઠાનો પોતાની શક્તિના ઉત્કર્ષથી સેવનારા છે. તેથી સંવેગની અપેક્ષાએ ચોથા અને પાંચમા પ્રકારના યોગીઓની તુલ્ય હોવા છતાં યોગમાર્ગના અનુષ્ઠાનના સેવનના ઉત્કર્ષથી ચોથા અને પાંચમા પ્રકારના યોગીઓ કરતાં આ યોગીઓ ઊંચી ભૂમિકામાં છે.
* આ ત્રણ પ્રકારના યોગીઓ મધ્યમ સંવેગવાળા છે તેથી યોગની ત્રીજી-ચોથી દૃષ્ટિવર્તી છે તેમ જણાય છે; કેમ કે સમ્યક્ દૃષ્ટિને ઉત્કૃષ્ટ મોક્ષની ઇચ્છા હોય છે તેથી તેઓ ઉત્કૃષ્ટ સંવેગવાળા છે. તેનાથી ન્યુન અને બીજી દૃષ્ટિવાળાથી અધિક સંવેગનો પરિણામ છે.
(૭) મૃદુ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ :
સંસારના સ્વરૂપના સમ્યગ્ સમાલોચનને કારણે સંસારને નિર્ગુણ જાણીને સંસાર પ્રત્યે જેઓને ઉત્કટ દ્વેષ છે, અને સંસારથી ૫૨ એવી મુક્ત અવસ્થા સર્વ સંક્લેશરહિત એવી આત્માની અવસ્થા છે, એ પ્રકારના સૂક્ષ્મ બોધને કારણે સંસા૨થી ૫૨ અવસ્થા પ્રત્યે જેઓને અત્યંત રાગ છે, તેઓ ઉત્કૃષ્ટ સંવેગવાળા છે.
આ સાતમા પ્રકારના યોગીઓ ઉત્કૃષ્ટ સંવેગવાળા હોવા છતાં ચારિત્રમોહનીય બળવાન હોવાથી મોક્ષના ઉપાયો અલ્પમાત્રામાં સેવે છે, તોપણ પૂર્વના છએ પ્રકારના યોગીઓ કરતાં યોગની ઊંચી ભૂમિકામાં છે. જોકે આચરણાથી ત્રીજા પ્રકારના અને છઠ્ઠા પ્રકારના યોગીઓ ઉત્કૃષ્ટ યોગમાર્ગને સેવનારા છે, તેની અપેક્ષાએ આ સાતમા પ્રકારના યોગીઓ નહિવત્ એવા યોગમાર્ગને સેવનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org