________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧
૭૫
च नवधा = नवभिः प्रकारैर्योगिभेदस्य प्रदर्शनादुपवर्णनात्, तथाहि मृदूपायो मृदुसंवेगः, मध्योपायो मृदुसंवेगः, अध्युपायो मृदुसंवेगः, मृदूपायो मध्यसंवेगः, मध्योपायो मध्यसंवेगः, अध्युपायो मध्यसंवेगः, मृदूपायो अधिसंवेगः, मध्योपायोऽधिसंवेगः, अध्युपायोऽधिसंवेगश्चेति नवधा योगिन इति योगाचार्याः
||૨||
ટીકાર્ય :
न चायमेव થોળાવાઃ: ।। અને આ જ=મુક્તિઅદ્વેષ જ રાગ છે=મુક્તિરાગ છે એમ ન કહેવું; કેમ કે મૃદુ, મધ્ય, અધિકપણું છે=મુક્તિરાગમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભાવ છે.
—
મુક્તિ૨ાગમાં ત્રણ ભેદો કેમ છે ? તે બતાવવા અર્થે હેતુ કહે છે -
.....
',
ત્યાં=મુક્તિરાગમાં અને ઉપાયમાં=મુક્તિરાગના ઉપાયમાં નવ પ્રકારના યોગીભેદનું પ્રદર્શન છે=વર્ણન છે. તે આ પ્રમાણે.
૧. મૃદુ ઉપાય –મૃદુ સંવેગ. ૨. મધ્ય ઉપાય-મૃદુ સંવેગ. ૩. ઉત્કૃષ્ટ ઉપાયમૃદુ સંવેગ. ૪. મૃદુ ઉપાય-મધ્ય સંવેગ. ૫. મધ્ય ઉપાય-મધ્ય સંવેગ. ૬. ઉત્કૃષ્ટ ઉપાય-મધ્ય સંવેગ. ૭. મૃદુ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ. ૮. મધ્ય ઉપાયઉત્કૃષ્ટ સંવેગ, અને ૯. ઉત્કૃષ્ટ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ. એ પ્રકારે નવ પ્રકારના યોગીઓ છે, એમ યોગાચાર્યો કહે છે. ।।૩૧।।
ભાવાર્થ :
પૂર્વમાં મુક્તિઅદ્વેષનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે મુક્તિદ્વેષથી કુશળ ફળની સંતતિ થાય છે. ત્યાં કોઈકને શંકા થાય કે કુશળ ફળની સંતતિ તો મુક્તિરાગથી થઈ શકે. માટે જેને તમે મુક્તિઅદ્વેષ કહો છો, તે જ મુક્તિરાગ છે. તેને ગ્રંથકાર કહે છે કે મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ છે એમ ન કહેવું; કેમ કે મુક્તિરાગમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ ભેદોની પ્રાપ્તિ છે, જ્યારે મુક્તિઅદ્વેષમાં કોઈ ભેદની પ્રાપ્તિ નથી; મુક્તિદ્વેષમાં કેમ કોઈ ભેદની પ્રાપ્તિ નથી ? તે ગ્રંથકાર સ્વયં આગળના શ્લોકમાં બતાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org