________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૩૦-૩૧ ક્રમસર ઘટતા ઘટતા ચરમ પુદ્ગલપરાવર્તમાં ઘણા અલ્પ થતા હોય અને તેમ સ્વીકારીએ તો ચરમાવર્તિમાં દોષો ઘણા અલ્પ થવાથી ભવ્ય જીવ મોક્ષમાર્ગને પામીને ગુણસ્થાનકો પ્રાપ્ત કરે છે અને ક્રમસર મોક્ષને પ્રાપ્ત કરે છે એ શાસ્ત્રવચન સંગત થાય.
વળી, કર્મબંધની યોગ્યતા અલ્પ થયે છતે મુક્તિઅષનો સંભવ છે. આશય એ છે કે પ્રત્યેક પગલપરાવર્તમાં મિથ્યાત્વાદિ દોષો ક્રમસર ઘટતા ઘટતા ચરમ પુદ્ગલપરાવર્તમાં તે દોષો યોગમાર્ગનો પ્રારંભ થાય તેટલા પ્રમાણમાં અલ્પ થયા. તેથી કર્મબંધની યોગ્યતારૂપ દોષોનું અપગમ થવાને કારણે ભોગસામગ્રી વગરના મોક્ષ પ્રત્યે અદ્વેષ પ્રગટે છે. જ્યારે પૂર્વમાં, તો દોષોની ઉત્કટતાના કારણે ભોગસામગ્રી પ્રત્યે ઉત્કટ રાગ હતો. તેથી ભોગસામગ્રી રહિત એવા મોક્ષનું વર્ણન સાંભળીને દ્વેષ થતો હતો. હવે કર્મબંધની યોગ્યતા અલ્પ થવાને કારણે દ્વેષ થતો નથી.
વળી, આ મુક્તિઅષથી પણ કુશલ ફળની સંતતિ પ્રાપ્ત થાય છે, તો વળી મુક્તિરાગથી કુશલ ફળની સંતતિ પ્રાપ્ત થાય છે એ નિઃશંક છે. આશય એ છે કે પ્રસ્તુત બત્રીશીમાં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવવાનો પ્રારંભ કરેલ છે. તેમાં ચોથા પ્રકારની મુક્તિઅદ્વેષરૂપ પૂર્વસેવાનું અત્યાર સુધી વર્ણન કર્યું અને તે કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તેની સ્પષ્ટતા કરી. હવે તે મુક્તિઅદ્વેષથી શું હિત પ્રાપ્ત થાય, તે બતાવતાં કહે છે –
ભવ્ય જીવો ઉપદેશાદિને સાંભળીને મુક્તિઅષને કારણે સદ્અનુષ્ઠાન કરવાના અર્થી બને છે અને મુક્તિઅષથી યુક્ત એવું તેમનું અનુષ્ઠાન યોગમાર્ગને અનુકૂળ ભવોની પ્રાપ્તિ કરાવીને કુશલ ફળની સંતતિને પ્રાપ્ત કરાવે છે. વળી, જેઓને મુક્તિ પ્રત્યે રાગ થયો છે, તેઓને મુક્તિઅષવાળા જીવો કરતાં પણ વિશેષ પ્રકારની કુશલ ફળની પરંપરાની પ્રાપ્તિ થાય છે. IT3 | અવતરણિકા :
પૂર્વમાં મુક્તિઅદ્વેષનું સ્વરૂપ બતાવ્યું અને તે કઈ રીતે પ્રાપ્ત થાય છે? તે બતાવ્યું, અને તેનાથી કુશલ ફળની સંતતિ પ્રાપ્ત થાય છે તે બતાવ્યું અને કહ્યું કે મુક્તિરાગથી તો તેનાથી પણ વિશેષ કુશલ ફળની સંતતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org