________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨ પ્રતિવૃત્તિતઃ=અનિષ્ટની પ્રતિપત્તિ હોવાથી=અનિષ્ટની બુદ્ધિ થવાથી દ્વેષઃ=દ્વેષ
થાય છે.
વારા
૪૬
શ્લોકાર્થ :
મોક્ષ, ભોગના સંક્લેશથી રહિત કર્મક્ષયરૂપ છે. દૃઢ અજ્ઞાનને કારણે તેમાં=મોક્ષમાં, અનિષ્ટની પ્રતિપત્તિ થવાથી=અનિષ્ટની બુદ્ધિ થવાથી દ્વેષ થાય છે. Iારણા
ટીકા ઃ
मोक्ष इति दृढाज्ञानाद् = अबाध्यमिथ्याज्ञानात्, भवाभिष्वङ्गाभावेनानिष्टाननुबन्धिन्यपि मोक्षेऽनिष्टानुबन्धित्वेनानिष्टप्रतिपत्तेः ||२२||
ટીકાર્ય :
दृढाज्ञाना પ્રતિપત્તેઃ ।। શ્લોકમાં કહ્યું કે દૃઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં દ્વેષ થાય છે. તે અંશ સ્પષ્ટ કરે છે
-
દૃઢ અજ્ઞાનને કારણે=અબાધ્ય મિથ્યાજ્ઞાનને કારણે ભવઅભિષ્યંગનો અભાવ હોવાથી અનિષ્ટ અનનુબંધી એવા પણ મોક્ષમાં, અનિષ્ટ અનુબંધીપણાથી અનિષ્ટની પ્રતિપત્તિ હોવાથી=અતિષ્ટતો બોધ હોવાથી, મુક્તિમાં દ્વેષ થાય છે, એમ અન્વય છે. ।૨૨।।
ભાવાર્થ :
મોક્ષ કર્મક્ષયરૂપ છે. તેથી કર્મરહિત, દેહ આદિ સંબંધરહિત, કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ મોક્ષ છે; અને મોક્ષમાં શરીર નહિ હોવાથી અને ભોગની સામગ્રી નહિ હોવાથી ભોગના સંક્લેશથી રહિત મોક્ષ છે. આમ છતાં જીવમાં અનાદિકાળથી દઢ અજ્ઞાન હોવાને કા૨ણે અર્થાત્ પ્રયત્નથી બાધ ન પામે તેવું મિથ્યાજ્ઞાન હોવાને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, અને તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે.
વસ્તુતઃ મોક્ષ અનિષ્ટઅનુબંધી=ઇષ્ટ એવા સુખના નાશના ફળવાળો નથી. કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે ભવના અભિષ્યંગનો અભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org