________________
૩૦
પૂર્વસેવાદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ સ્વીકારાયેલી ક્રિયાનું નિર્વાહપણું અને સંપત્તિમાં પણ નમ્રતા (સદાચારો) છે. ll૧૪ll ટીકા :
राग इति-गुणिनि-गुणवति पुंसि रागः। सर्वत्र जघन्यमध्यमोत्तमेषु निन्दात्यागः परिवादापनोदः । तथा आपदि-विपत्तौ अदैन्यमदीनभावः । सत्प्रतिज्ञत्वं प्रतिपत्रक्रियानिर्वाहणं । सम्पत्तावपि-विभवसमागमेऽपि नम्रता औचित्येन નમના શત્રતા સારા ટીકાર્ય -
જિનિ... નમનશીલતા ગુણવાન પુરુષમાં રાગ, સર્વત્ર જઘન્ય, મધ્યમ, ઉત્તમ પુરુષો વિષયક નિંદાનો ત્યાગ પરિવારનો ત્યાગ, અને આપત્તિમાં વિપત્તિમાં, અદીનપણું અદીતભાવ, સપ્રતિજ્ઞપણું=સ્વીકારાયેલી ક્રિયાનું નિર્વાહણ, સંપત્તિમાં પણ=વૈભવની પ્રાપ્તિમાં પણ, નમ્રતા
ઔચિત્યથી તમનશીલતા વડીલો આદિ સાથે ઔચિત્યપૂર્વક નમનશીલતા. II૧૪ ભાવાર્થ -
(૧) ગુણવાન પુરુષમાં રાગ:- પૂર્વસેવા કરનારા જીવો માર્ગાનુસારી ભાવવાળા હોય છે. તેથી સહજ રીતે ત્યાગાદિ પ્રવૃત્તિ કરનારા ગુણવાન પુરુષોને જોઈને તેમના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેથી ગુણમાં રાગ એ રૂપ સદાચાર પૂર્વસેવાનો ભેદ છે.
(૨) નિંદાનો ત્યાગ :- માર્ગાનુસારી જીવોની પ્રકૃતિ ખરાબ જીવો, મધ્યમ જીવો કે ઉત્તમ જીવોની નિંદા ન કરે તેવી સુંદર હોય છે. તેથી સર્વત્ર નિંદાનો ત્યાગ એ પણ સદાચારરૂપ પૂર્વસેવા છે.
(૩) આપત્તિમાં અદીનપણું :- માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો કંઈક વિચારશીલ હોય છે. તેથી શુદ્ર જીવોની જેમ આપત્તિ આવે ત્યારે દીનભાવને ધારણ કરતા નથી, પરંતુ વિચારે છે કે મારાં ભૂતકાળનાં તેવા કર્મોથી આ આપત્તિ આવેલ છે. તેથી દીનતા વગર ઉચિત રીતે તે આપત્તિના નિવારણ માટે યત્ન કરે છે. આ પ્રકારની વિવેકવાળી પ્રવૃત્તિ એ પણ સદાચારરૂપ પૂર્વસેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org