________________
૨૮
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૩ શ્લોકાર્થ :
સુદાક્ષિણ્ય, દયાળુપણું, દીનનો ઉદ્ધાર, કૃતજ્ઞતા, જનઅપવાદનું ભીરુપણું સદાચાર કહેવાયા છે. ll૧all ટીકા :
सुदाक्षिण्यमिति-सुदाक्षिण्यं गम्भीरधीरचेतसः प्रकृत्यैव परकृत्याभियोगपरता, दयालुत्वं निरुपधिपरदुःखप्रहाणेच्छा, दीनोद्धारो=दीनोपकारयत्नः, कृतज्ञताः= परकृतोपकारपरिज्ञानं, जनापवादान्मरणान्निविशिष्यमाणाद् भीरुत्वं=भीतભાવ: રૂા. ટીકાર્ય :
સુલક્ષણં... મતભાવઃ | સુદાક્ષિણ્ય=ગંભીર, અને ધીર ચિતવાળાની પ્રકૃતિથી જ પરકૃત્યની અભિયોગપરતા અર્થાત્ બીજાના હિતને અનુકૂળ એવાં કૃત્યો કરવામાં તત્પરતા, દયાળુપણું=નિરુપધિ પરદુ:ખના નાશની ઈચ્છા=કોઈપણ જાતના સંબંધરૂપ ઉપાધિ વગર બીજાનાં દુઃખોનો નાશ કરવાની ઇચ્છા, દીનનો ઉદ્ધાર=દીનના ઉપકારમાં યત્ન, કૃતજ્ઞતા પર વડે કરાયેલા ઉપકારનું પરિજ્ઞાન=પર વડે પોતાને થયેલા ઉપકારનું અવિસ્મરણ, લિવિંશિષ્યમાન એવા મરણરૂપ જનઅપવાદથી=મરણતુલ્ય એવા જનઅપવાદથી, ભીરુપણું ભીતભાવ છે. [૧૩ ભાવાર્થ - પ્રસ્તુત શ્લોકમાં પાંચ સદાચારો બતાવેલા છે : (૧) સુદાક્ષિણ્ય :- યોગમાર્ગને પ્રાપ્ત કરી શકે તેવા અભિમુખભાવવાળા જીવો કર્મની લઘુતાથી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે. તેથી દરેક પ્રવૃત્તિ ગંભીરતાપૂર્વક વિચારીને કષાયોથી આકુળ થયા વગર ધીરતાપૂર્વક કરે તેવા ચિત્તવાળા હોય છે, તેવા ચિત્તવાળા જીવો પ્રકૃતિથી જ બીજાનું હિત થાય તેવાં કૃત્યો કરવામાં તત્પર હોય છે. આ તેમનો સુદાક્ષિણ્ય ગુણ છે.
(૨) દયાળુપણું:- યોગમાર્ગની પૂર્વભૂમિકાને પામેલા જીવો પ્રકૃતિથી દયાળુ સ્વભાવવાળા હોય છે. તેથી કોઈપણ જીવનાં કોઈપણ પ્રકારનાં દુઃખો જુએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org