________________
૨૬
પૂર્વસેવાદ્વાäિશિકા/શ્લોક-૧૨ આદિધાર્મિકને માટે વિષેશથી પાત્ર છે, એમ અત્રય છે. તે કહેવાયું છેઃ આદિધાર્મિકને આશ્રયીને પાત્રનું સ્વરૂપ શ્લોકના પૂર્વાર્ધમાં બતાવ્યું તે યોગબિન્દુ શ્લોક-૧૨૨માં કહેવાયું છે –
વ્રતમાં રહેલા લિગિઓ પાત્ર છે. વળી, પાક નહિ કરનારા જેઓ સ્વસિદ્ધાન્તનાં અવિરોધથી સદા જ વર્તે છે, તેઓ વિશેષથી પાત્ર છે.”
કાર્યાન્તરમાં અસમર્થ=ભિક્ષાથી અતિરિક્ત નિર્વાહના હેતુ એવા વ્યાપારમાં અસમર્થ દીન, અંધ અને કૃણાદિનો વર્ગ છે સમુદાય છે=કૃપણાદિનો વર્ગ અનુકંપાનું પાત્ર છે.
જે કારણથી યોગબિન્દુ શ્લોક-૧૨૩માં કહેવાયું છે – “દીન, અંધ અને કૃપણ. વળી જેઓ વિશેષથી વ્યાધિગ્રસ્ત છે અને નિર્ધન છે. જેઓ ક્રિયાન્તરમાં અસમર્થ છે, એમનો સમુદાય મીલક છે–દીનાદિનો વર્ગ છે.” ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ઉદ્ધરણમાં આપેલ દિનાદિનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
ક્ષીણ સકલ પુરુષાર્થ શક્તિવાળા દીન છે=ધર્મ, અર્થ અને કામ ત્રણે પ્રકારના પુરુષાર્થ સાધવાને અસમર્થ દીન છે. નયનરહિત અંધ છે, સ્વભાવથી જ સંતોને કૃપાનું સ્થાન કૃપણો છે, કુટ્યાદિથી અભિભૂત વ્યાધિગ્રસ્ત છે, નિઃસ્વા=ધન વગરના છે. ૧૨ા ભાવાર્થ :
આદિધાર્મિક જીવો પ્રાય: યોગ માર્ગ વિષયક વિશેષ બોધવાળા હોતા નથી, તોપણ પ્રકૃતિભદ્રકતાના કારણે દાનાદિ ઉચિત આચારો સેવનારા હોય છે. તેવા જીવોને પાત્રાપાત્રનો જ્યાં સુધી વિશેષ બોધ ન હોય ત્યાં સુધી સામાન્યથી ત્યાગને સૂચવનારા વસ્ત્રધારી સાધુઓ, સંન્યાસી વગેરે સર્વ ભક્તિપાત્ર છે; અને જેઓ પોતાના દર્શન અનુસાર આચારો પાળવામાં અપ્રમત્ત હોય, બાહ્ય આરંભ-સમારંભથી નિવૃત્ત હોય, બીજા પાસે આરંભ-સમારંભ કરાવતા ન હોય અને આરંભ-સમારંભની અનુમોદના કરનારા ન હોય તેવા ત્યાગીઓ વિશેષથી ભક્તિને પાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org