________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/સંકલના
જોઈએ, તેનું વર્ણન શ્લોક-૩ થી ૫માં કરેલ છે. ધર્માદિ પુરુષાર્થનો બાધ થતો હોય ત્યારે તેમની આજ્ઞાનું પાલન વિવેકપૂર્વક ગૌણ કરીને ધર્માદિ પુરુષાર્થ સાધવા જોઈએ તેમ કહેલ છે.
૨
ગુરુનું પૂજન બતાવ્યા પછી દેવનું પૂજન કેવી રીતે કરવું જોઈએ તે શ્લોક-૬માં બતાવેલ છે.
વળી, આદ્યભૂમિકાવાળા જીવોને મધ્યસ્થ બુદ્ધિ વિકસાવવા અર્થે જ્યાં સુધી દેવતાવિશેષનો બોધ ન થાય ત્યાં સુધી ગુણવાનની ભક્તિ કરવાનો પરિણામ થાય અને અવિચારક રીતે સ્વ અભિમત એવા દેવ પ્રત્યેના પક્ષપાતનો પરિણામ ન થાય. તે માટે સર્વ દેવોને નમસ્કાર કરવાનું વિધાન શ્લોક-૭માં કરેલ છે.
વળી, સર્વ દેવોને નમસ્કાર કરવાથી આદ્યભૂમિકાવાળા જીવોને કઈ રીતે લાભ થાય છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૮માં બતાવેલ છે.
જોકે બધા દેવો મોક્ષમાર્ગને બતાવનાર નથી, તેથી બધાને સમાન રીતે નમસ્કાર કરવાનું કઈ રીતે ઉચિત ગણાય ? તેવી શંકા કરીને શ્લોક-૯માં સ્પષ્ટતા કરી કે આદિધાર્મિક જીવોને વિશેષથી આ ૨ીતે જ માર્ગપ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
વળી, સર્વ દેવોને નમસ્કાર કરતાં કરતાં અરિહંત આદિ દેવો જ વિશેષ ગુણવાળા છે, અન્ય નહિ; તેવો નિર્ણય થાય ત્યારે અન્ય દેવો પ્રત્યે દ્વેષનો ત્યાગ કરીને, અરિહંતની ઉપાસના કરવી જોઈએ, એમ શ્લોક-૧૦માં બતાવેલ છે.
અન્ય દેવો પ્રત્યે દ્વેષના વર્જનનું કહેવાથી એ ફલિત થાય કે કોઈપણ દર્શનમાં રહેનાર જીવો હીન ગુણવાળા હોય કે કોઈપણ દર્શનના દેવો ભગવાન જેવા વિશિષ્ટ ગુણવાળા ન હોય, તેઓ પ્રત્યે દ્વેષ કરવાથી મહાપાપની પ્રાપ્તિ થાય છે. માટે સ્વદર્શન પ્રત્યે અવિચારક રાગ અને અન્ય દર્શન પ્રત્યે દ્વેષ જેઓ ધરાવે છે, તેઓ તત્ત્વના પક્ષપાતી નથી; પરંતુ કષાયને પરવશ છે. માટે તત્ત્વના પક્ષપાતી જીવોએ કોઈપણ દર્શનમાં રહેલા હીનગુણવાળા હોય તોપણ તેઓ પ્રત્યે દ્વેષ કરવો ઉચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org