________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨
ફૂટસ્થત્વની શ્રુતિથી આત્મા પરિણામી નથી, એ પ્રમાણે સાંખ્યદર્શનકારની દલીલ ઃ
અહીં સાંખ્યદર્શનકાર કહે કે આત્માને કૂટસ્થ સ્વીકારનારી શ્રુતિ છે, તે શ્રુતિથી આત્મા પરિણામી નથી, તેમ સિદ્ધ થાય છે, આમ છતાં લોકના અનુભવને સામે રાખીને આત્માને પરિણામી સ્વીકારીએ તો તે શ્રુતિનો બાધ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે
--
૧૦૫
ફૂટસ્થત્વની શ્રુતિ શરીરાદિ ભેદ પર છે, એ પ્રમાણે ગ્રંથકારશ્રી તરફથી સમર્થન :
કૂટસ્થપણાને કહેનારી શ્રુતિ આત્માનો શરીરાદિથી ભેદ બતાવવા માટે છે, તેમ સ્વીકારીએ તોપણ આત્માને ફૂટસ્થ કહેનારી શ્રુતિની સંગતિ થઈ શકે છે, એ પ્રમાણે સમ્યગ્ વિચારવું જોઈએ.
આશય એ છે કે સંસાર અવસ્થામાં આત્મા સાથે શરીરનો એકત્વભાવ દેખાય છે અને કર્મોની સાથે પણ એકત્વભાવ દેખાય છે, અને તે કર્મોના ફળનો અનુભવ પણ સંસારી જીવો કરે છે. આ સર્વ આત્માની સ્વાભાવિક અવસ્થા નથી; પરંતુ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ શું છે, તે બતાવવા માટે, શરીરાદિથી ભિન્ન એવો આત્મા કેવા સ્વરૂપવાળો છે, તેનો-બોધ કરાવવા અર્થે, પરમાત્માર્થની દૃષ્ટિથી સંસારી અવસ્થામાં પણ શરીરાદિથી ભિન્ન એવા આત્માનું સ્વરૂપ બતાવવા અર્થે, આત્માને ફૂટસ્થ નિત્ય સ્વીકારનાર શ્રુતિ છે, તેમ સ્વીકારીએ તો તે શ્રુતિની પણ સંગતિ થાય છે; અને સંસારી અવસ્થામાં આત્મા તે તે પરિણામવાળો છે, આમ છતાં આત્માનો અન્વય આત્મારૂપે સદા છે, તેમ સ્વીકારવાથી અનુભવને અનુરૂપ સર્વ પદાર્થો સંગત થાય છે. એ પ્રમાણે સમ્યગ્ વિભાવન કરવું જોઈએ.
પાતંજલયોગસૂત્ર-૪/૧૨, ૪૧૩, ૪/૧૪ પ્રસ્તુત શ્લોકમાં આપ્યા, તેનો ભાવ આ પ્રમાણે છે
પાતંજલ મતાનુસાર ચિત્તમાં વર્તતા ધર્મોનો અર્ધ્યભેદ હોવાને કારણે ત્રિકાળવર્તી ચિત્તરૂપ ધર્મીનો અન્વય ઃ
Jain Education International
ચિત્ત પ્રતિક્ષણ નશ્વર દેખાય છે, તે ચિત્તના ધર્મોને આશ્રયીને છે; અને ચિત્તના જે ધર્મો છે, તે ચિત્તમાં અભેદથી રહેલા છે અર્થાત્ કોઈક ધર્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org