________________
યોગલક્ષણાવિંશિકા/શ્લોક-૨૧
પ૭ ટીકાર્ય :
તસ્થાપિ . માધ્યતે || તચાપ દિકજિજ્ઞાસા પણ હોતે છતે, પ્રકૃતિથી પુરુષનો અભિભવ કંઈક તિવર્તન પામે છે, એકાંતથી અક્ષીણ પાપવાળાને વિમલ ભાવ ન દિકનૈવ-સંભવતો નથી જ. તેન તે કારણથી=જિજ્ઞાસા હોતે છતે પુરુષનો અભિભવ કંઈક ઓછો થાય છે તે કારણથી, આ=ગોપેન્દ્રએ કહેલું, યુક્ત છે. અપરિણામી આત્મપક્ષમાં તેનો અભિભવ=પુરુષનો અભિભવ, અને તેની નિવૃત્તિ=પુરુષના અભિભવતી નિવૃત્તિ, આદિની અનુપપત્તિ લક્ષણ અધિક ઉપરની આગળની દ્વાáિશિકામાં કહેવાશે. ર૧.
"ત્રવૃર્ચા અહીં ‘દ્રિ' થી યોગમાર્ગની પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. નોંધ:- ટીકામાં પ્રવૃત રીતે' ના સ્થાને પ્રવૃત્તટીયતે' પાઠ બંધ બેસે છે.
ભાવાર્થ :
આત્મા ઉપરથી કર્મના અભિભવની કંઈક ન્યૂનતાથી તત્ત્વજિજ્ઞાસા :
મારું હિત શું છે ? મારું અહિત શું છે ? એ પ્રકારની જિજ્ઞાસા કોઈક નિમિત્તને પામીને ચરમાવર્તમાં આવેલા જીવને થાય છે, અને આ પ્રકારની પારમાર્થિક જિજ્ઞાસા પુરુષને થાય છે ત્યારે પુરુષને અભિભવ કરનાર પ્રકૃતિનો અધિકાર પુરુષ ઉપરથી કંઈક નિવર્તન પામ્યો છે; કેમ કે જે જીવ ઉપરથી એકાંતે વિપર્યાસ આધાયક એવું પાપ ક્ષય પામ્યું નથી, તે જીવને તત્ત્વમાર્ગની જિજ્ઞાસારૂપ વિમલ ભાવ થતો નથી અર્થાત્ નિર્મળ કોટીનો અધ્યવસાય થતો નથી.
તેથી એ ફલિત થાય છે કે જે જીવને સંસારનું ગાઢ આકર્ષણ ઘટ્યું છે, તેને જ “ખરેખર ! મનુષ્યભવને પામીને આત્મહિત માટે મારે શું કરવું જોઈએ ?” એ પ્રકારની યોગી આદિ પાસેથી જાણવાની જિજ્ઞાસા થાય છે. વળી આ જિજ્ઞાસા માત્ર વિચાર કરીને વિશ્રાંત પામતી નથી, પરંતુ શક્તિને અનુરૂપ તત્ત્વ જાણવા માટે યત્ન પણ કરાવે છે, અને યોગમાર્ગને જાણવાની પ્રવૃત્તિ આદિ કરાવીને અવશ્ય તત્ત્વનો બોધ કરાવે તેવી પારમાર્થિક છે. આવી જિજ્ઞાસા જેને થઈ છે તે જીવમાં વર્તતો આ નિર્મળ ભાવ એ બતાવે છે કે આ જીવ ઉપરથી કર્મપ્રકૃતિનો અધિકાર કંઈક ઘટ્યો છે, તેથી સંસારના ઉચ્છેદના બીજભૂત એવી આ જિજ્ઞાસા પ્રગટી છે માટે ગોપેન્દ્રએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org