SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ E દ્વાચિંશદ્વાચિંશિકા ગ્રંથની “સાધુસામગ્ગદ્વાáિશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકડાન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા: વિશ્વકલ્યાણકર શ્રીજિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપ૨દર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃતસચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં એક Master Piece ઉત્તમ નમૂનારૂપ, જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી વિશદ છણાવટવાળો, તથા પ૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત, મનનીય, તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ “દ્વાત્રિશત્ ધાર્નાિશિકા' ગ્રંથ પૂ. ઉપાધ્યાયજીની એક અમર કૃતિ છે. આ પ્રાસ્તાવિક લખાણમાં ગ્રંથકાર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા અંગે કાંઈક લખવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે ત્યારે એમ થાય છે કે મહોપાધ્યાયજીના જીવનકવનથી કોણ અપરિચિત છે ? આમ છતાં એમના પ્રત્યેની અપાર ભક્તિથી પ્રેરાઈને એમના જીવનકવન વિષે કાંઈક લખવાનો પ્રયાસ કર્યો છે. એમના યોગમાર્ગ-અધ્યાત્મમાર્ગગર્ભિત ગ્રંથોનું જેમ જેમ વાચન થતું જાય છે, તેમ તેમ એ પ્રજ્ઞાધન, મકૃષ્ટ પ્રજ્ઞાવંત મહાપુરુષ પ્રત્યે હૃદય ઓવારી જાય છે. આ કાત્રિશદ્દ્ધાત્રિશિલા નામના ગ્રંથમાં પૂજ્યશ્રીએ અપૂર્વહૃદયંગમ-રોચક સર્વજ્ઞકથિત અનેક તાત્ત્વિક પદાર્થો ઉપર તાર્કિક શૈલીના નિરૂપણપૂર્વક, અનેક આગમગ્રંથો, તેમજ સૂરિપુરંદર પૂજ્ય આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિ મહારાજ રચિત યોગગ્રંથો, મહર્ષિ પતંજલિ મુનિ રચિત પાતંજલ યોગસૂત્ર આદિ અનેક ગ્રંથોના ઉદ્ધરણપૂર્વક, અપૂર્વ પ્રકાશ પાથર્યો છે. ગુજરાતના નાનકડા કનોડા ગામમાં એમનો જન્મ થયો હતો. આવા મહાપુરુષને જન્મ આપનાર રત્નકુક્ષિ માતા “સોભાગ્યદેવી' સૌભાગ્યશાલિની હતાં, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy