________________
૩૪
જિનભક્તિવાત્રિશિકા/શ્લોક-૧૩-૧૪ મૂર્તિ ઘડનાર બાલશિલ્પી અને ભગવાનની બાલ્યાવસ્થા એ બંનેનો અભેદ ઉપચાર કરીને ભગવાનની બાલ્ય અવસ્થાને સામે રાખીને તે અવસ્થાને અનુરૂપ ઉત્તમ એવાં રમકડાં આદિ શિલ્પીને આપવાં જોઈએ, જેથી ભગવાન પ્રત્યેની ભક્તિનો પ્રકર્ષ થાય અને શિલ્પી પ્રત્યેની અપ્રીતિની સંભાવનાનો પરિહાર થાય અને પ્રીતિપૂર્વક તે બાલાદિ શિલ્પી જિનપ્રતિમાના નિર્માણની પ્રવૃત્તિ કરે.
અહીં વિશેષ એ છે કે શિલ્પી બાલ હોય તો તેને બાલને અનુરૂપ જ સામગ્રી આપવી જોઈએ, અને તે સમયે ભગવાનની બાળક અવસ્થાને સામે રાખીને શિલ્પીના મનોરથો પૂરવા જોઈએ; પરંતુ ભગવાનની ત્રણે અવસ્થાનું ભાવન કરીને બાલ શિલ્પીને ત્રણે અવસ્થાને અનુરૂપ સામગ્રી આપવાની નથી. તે રીતે શિલ્પી કુમાર હોય તો ભગવાનની કુમાર અવસ્થાનું ભાવન કરીને શિલ્પીને કુમારઅવસ્થાને અનુરૂપ ભોગસામગ્રી આપવી જોઈએ, અને શિલ્પી યુવા હોય તો ભગવાનની યુવાવસ્થા ભાવન કરીને શિલ્પીને યુવાવસ્થાને અનુરૂપ ભોગસામગ્રી આપવી જોઈએ.
સામાન્ય રીતે બાલશિલ્પી હોવાની સંભાવના ઓછી હોય છે, તોપણ જેમ વજસ્વામી બાલઅવસ્થામાં કુશાગ્રબુદ્ધિવાળા હતા, તેમ કોઈ શિલ્પી બાલઅવસ્થામાં જ અતિ કુશાગ્રબુદ્ધિવાળા હોય, અને પ્રતિમા ઘડવાનું કાર્ય કરતા હોય તો તેવા બાલશિલ્પીને પણ પ્રતિમાનિર્માણનું કામ સોંપવામાં આવે. તેથી બાળ કે કુમાર શિલ્પીની સર્વથા અપ્રાપ્તિ થતી નથી. I૧૩મા અવતરણિકા -
જેમ જિનબિંબ નિર્માણ કરતી વખતે શિલ્પીવિષયક અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ, તેમ વિશુદ્ધ ભાવપૂર્વક વ્યાયાર્જિત ધનથી જિનબિંબ નિર્માણ કરવું જોઈએ. તેથી જિનબિંબનિર્માણમાં કેવા પ્રકારનો વિશુદ્ધ ભાવ કરવાનો છે ? તે બતાવવા અર્થે કહે છે – બ્લોક :
स्ववित्तस्थेऽन्यवित्ते तत्पुण्याशंसा विधीयते । मन्त्रन्यासोऽर्हतो नाम्ना स्वाहान्तः प्रणवादिकः ।।१४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org