________________
જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૧૨
શ્લોકમાં બતાવેલ ‘તા'નો અર્થ કરે છે – તવા=બિબના કારણમાં–બિંબને કરાવવાની પ્રવૃત્તિમાં
તારનિ તાન્તિ' છે= તેનાં કારણો તેટલાં છે” એમ કહ્યું, તેમાં તાન્તિ = તેટલાં છે' એમ કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે –
બિંબના કારણથી સાધ્ય તેટલા ફળનો ઉદય હોવાથી તેનાં કારણો તેટલાં છે, તેમ કહ્યું છે. ૧૨ાા ભાવાર્થ - જિનબિંબ નિર્માણ સમયે શ્રાવકને થતા ઉચિત ઉત્સાહથી મહાફળની પ્રાપ્તિ -
જિનબિંબ નિર્માણ કરતી વખતે બિંબને આશ્રયીને શ્રાવકને જેટલા પ્રકારના ચિત્તના ઉત્સાહી થાય, તેટલાં જિનબિંબનાં કારણો છે. તેથી કોઈક સ્થાનમાં ચિત્તનો ઉત્સાહ અલ્પ થાય તો તેટલા અંશમાં જિનબિંબનિર્માણના કારણનો અભાવ હોવાથી જિનબિંબનું નિર્માણ ત્રુટિવાળું બને છે, અને સર્વ પ્રકારના ઉત્સાહથી યુક્ત જિનબિંબનું નિર્માણ હોય તો તે સર્વ કારણોને કારણે તે જિનબિંબનિર્માણ પરિશુદ્ધ બને છે.
જોકે જિનબિંબનું નિર્માણ શિલ્પીના કૃત્યથી થાય છે, તેને આશ્રયીને જિનબિંબનું કારણ શિલ્પી છે, પરંતુ જિનબિંબ નિર્માણ કરવાથી જે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે, તે ફળને આશ્રયીને જિનબિંબના નિર્માણનો વિચાર કરીએ તો શ્રાવકને જેટલા ચિત્તના ઉત્સાહી અધિક તેટલું તે જિનબિંબ નિર્માણનું ફળ અધિક પ્રાપ્ત થાય છે. માટે સર્વ ઉચિત ઉત્સાહો જિનબિંબનાં કારણો છે, એમ કહેલ છે. તેથી જિનબિંબ નિર્માણ કરતી વખતે શ્રાવકનો ઉચિત ઉત્સાહ મહાન છે=મહાન ફળવાળો છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે “મારે જિનબિંબ કરવું છે તેવી બુદ્ધિથી ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તેટલામાત્રથી જિનબિંબનિર્માણનું વિશેષ ફળ મળતું નથી, પરંતુ “લોકોત્તમ પુરુષ એવા ભગવાનની આ પ્રતિમા છે' તેવા બહુમાનભાવપૂર્વક, અને તે પ્રતિમાના નિર્માણમાં કોઈના ચિત્તનું કાલુષ્ય ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org