________________
૧૪૦
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૧ વળી અવતરણિકામાં “શુદ્ધાર્થિયાત્રા” ઇત્યાદિ શ્લોક બતાવેલ. તે શ્લોકનો અર્થ ભગવાનની ભક્તિ અર્થે પુષ્ય તોડવાનો નિષેધ કરતો નથી, પરંતુ ભગવાનની ભક્તિના કાળમાં દર્શન-પ્રભાવનાના નિમિત્તથી માળી સાથે વણિકલા ન કરવી જોઈએ', તે અર્થને કહે છે. તેથી તે શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય –
જે પ્રમાણે માળી આદિ કોઈને લાભ થાય તે પ્રમાણે શુદ્ધ આગમવાળા=શુદ્ધ રીતે પ્રાપ્ત થયેલાં, અમ્લાન=પ્લાન નહિ થયેલાં; શુચિ ભાનમાં રહેલાં, થોડાં અથવા ઘણાં પણ જાત્યાદિ સંભવ એવાં પુષ્પો વડે જે દેવાધિદેવને અપાય છે તે અશુદ્ધ પૂજા છે=દ્રવ્યસ્તવ છે”; અને “શુદ્ધી થાતામ” શ્લોકનો આવો અર્થ ન કરવામાં આવે તો ‘સુવ્રફ૬થનારી' ઇત્યાદિ શાસ્ત્રવચનના વ્યાઘાતનો પ્રસંગ પ્રાપ્ત થાય અર્થાત્ “શુદ્ધીમેર્યથાના શ્લોકનો અર્થ પુષ્પત્રોટનના નિષેધને કરે છે, તેમ સ્વીકારવામાં આવે તો, ‘સુવ્વલ્ય નારી' એ શ્લોકમાં કહ્યું કે “દુર્ણતાનારી પુષ્પ તોડીને ભગવાનની પૂજાના પ્રણિધાનથી દેવલોકમાં ગઈ' તે કથન અસંગત થાય. ‘સુuદ્ય નારી' શ્લોકનો અર્થ આ પ્રમાણે છે –
દુર્ગતાનારી સિંદુવાર પુષ્પોથી જગદ્ગુરુની પૂજાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.” આ પ્રમાણે શ્લોકમાં કહેલ છે કે “તે દુર્ગાનારી સિંદુવાર પુષ્પોને તોડીને ભગવાનની પૂજા કરવા માટે જઈ રહી છે, અને વચમાં આયુષ્યનો ક્ષય થવાથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.” એ પ્રકારનું જે શાસ્ત્રવચન છે, તે વચનથી જ સિદ્ધ થાય કે ભગવાનની પૂજા અર્થે પુષ્પત્રોટનનો નિષેધ નથી.
આનાથી એ ફલિત થાય કે આરંભની શંકાથી જેઓ અલ્પ પુષ્પાદિ ગ્રહણ કરીને ભગવાનની ભક્તિ કરે છે, તેઓ પરમઅબોધિને પામે છે; તેમ ભગવાનની ભક્તિ અર્થે ધન કમાવાની ક્રિયા આરંભ-સમારંભરૂપ છે માટે ન કરવી જોઈએ, પરંતુ પોતાની અલ્પ શક્તિ હોય તો સામાન્ય દ્રવ્યથી પૂજા કરવી જોઈએ, એમ કહીને જે પૂજાની પ્રવૃત્તિમાં સંકોચ કરે છે, તેઓ પણ પરમઅબોધિને પામે છે.
વળી, પુષ્પાદિને તોડવામાં આરંભ-સમારંભ છે, તેમ કહીને જે પુષ્પો તોડ્યા વગર પ્રાપ્ત થાય એવાં નથી, તે પુષ્પોને તોડીને પૂજા કરવાનો નિષેધ કરે છે, તેઓ પણ ભગવાનની પૂજામાં આરંભની શંકાથી સંકોચ કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org