________________
જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨૮
૧૨૩ તિરપ' - અહીં ‘પથી એ કહેવું છે કે ગૃહસ્થ તો પૂજાનો અધિકારી થાય, પરંતુ સાધુ પણ પૂજાનો અધિકારી થાય. ટીકા -
यतिरपीति-न चैवं स्नानादेरदुष्टत्वाद् यतिरप्यत्राधिकारी स्यात्, विभूषार्थस्नानादेस्तस्य निषेधेऽपि पूजार्थस्नानादेनिषेद्भुमशक्यत्वात्, अन्यथा गृहस्थस्यापि तनिषेधप्रसङ्गात् न च कुटुम्बाद्यर्थमारंभप्रवृत्तत्वाद् गृहस्थस्य तत्राधिकारः, यतो नैकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यं स्यात्, गुणान्तरलाभस्तु द्वयोरपि समान इति शङ्कनीयं, तस्य-यतेः, सर्वथा सर्वप्रकारेण, भावस्तवाधिरूढत्वात्, अमूदृशा-जिनपूजादिकर्मणा अर्थाभावात्प्रयोजनासिद्धेः, न हि यदाद्यभूमिकावस्थस्य गुणकरं तदुत्तरभूमिकावस्थस्यापि तथा, रोगचिकित्सावद् धर्मस्य शास्त्रे नियताधिकारिकत्वेन व्यवस्थितत्वात् । तदुक्तम् - “अधिकारिवशाच्छास्त्रे धर्मसाधनसंस्थितिः ।
વ્યધપ્રર્તાિયાતુન્યા વિણેલા ગુજ્જોયો.” નાશ પારદા ટીકાર્ચ -
ન જેવું.... જુવોપયોઃ” || | “ 'નો અવય “તિ શનીય’ સાથે નીચે છે, અને તે શંકા શું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે –
આ રીતે પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું એ રીતે, સ્નાનાદિનું અદુષ્ટપણું હોવાથી યતિ પણ અહીં પૂજાવિધિમાં, અધિકારી થાય; કેમ કે વિભૂષા માટે સ્નાનાદિનો તેને-સાધુને, નિષેધ હોવા છતાં પણ પૂજા માટે સ્નાનાદિનો નિષેધ કરવો અશક્ય છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે પૂજા માટે સાધુને સ્નાનાદિનો નિષેધ કરવો અશક્ય છે. તેની જ પુષ્ટિ કરવા અર્થે અન્ય હેતુ કહે છે –
અન્યથા પૂજા માટે પણ સાધુને સ્નાનાદિનો નિષેધ કરવામાં આવે, તો ગૃહસ્થને પણ તેના વિષેધનો પ્રસંગ છે અર્થાત્ સ્નાનાદિના નિષેધનો પ્રસંગ છે, અને કુટુંબાદિ માટે આરંભમાં પ્રવૃતપણું હોવાથી ગૃહસ્થને ત્યાં=પૂજા અર્થે સ્નાનાદિમાં, અધિકાર છે, એમ ન કહેવું; જે કારણથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org