________________
૧૨૦
જિનભક્તિદ્વાચિંશિકાશ્લોક-૨૭ "स्नानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च स भगवान् व्यर्था पूजेति मुग्धमतिः ।।१।। कूपोदाहरणादिह कायवधोऽपि गुणवान् मतो (गृहिणाम्) गृहिणः । मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ।।२।। कृतकृत्यत्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात्। તાવ્યર્થેનાઇડરમતોડવત્ર વિમર્ભાધયઃ” પારા પારકા ટીકાર્ય :
ન યાત્ર.... વિમવ:” . અને અહીં-પૂજાવિધિમાં, કાયવધને કારણે= જલ, વનસ્પતિ આદિની વિરાધનાને કારણે, સ્નાનાદિ વડે દુષ્ટતા નથી; કેમ કે દોષથી=કાયવધરૂપ દોષથી, અધિક ભાવનું સ્નાનાદિ જલિત અધિક શુભ અધ્યવસાયનું ત્યાં પૂજાના પ્રસ્તાવમાં, અનુભવસિદ્ધપણું છે. તે આ કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું કે આ ષોડશક-૯, શ્લોક-૧૩, ૧૪, ૧૫માં કહેવાયું છે.
(૧) સ્નાનાદિમાં કાયવધ છે, (૨) જિનને કોઈ ઉપકાર નથી, (૩) અને તે ભગવાન કૃતકૃત્ય છે, એથી પૂજા વ્યર્થ છે, એ પ્રમાણે મુગ્ધમતિ કહે છે.” (ષોડશક-૯, શ્લોક-૧૩)
પૂર્વપક્ષી દ્વારા ઉભાવન કરાયેલા ત્રણેય દોષોનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
“(૧) કૂપઉદાહરણથી અહીં=ભગવાનની પૂજામાં, કાયવધ પણ ગૃહસ્થને ગુણવાન કહેવાયો છે.
(ર) તેનાથી ભગવાનની પૂજાથી, તેમને અનુપકાર હોવા છતાં પણ= ભગવાનને અનુપકાર હોવા છતાં પણ, મંત્રાદિની જેમ ફળભાવ છે=પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ છે.
(૩) અને કૃતકૃત્ય હોવાથી જ=ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તેમની પૂજા ફળવાળી છે; કેમ કે ગુણનો ઉત્કર્ષ છે=ભગવાનના ગુણનો ઉત્કર્ષ છે, તે કારણથી અન્યત્ર આરંભવાળા=સંસારની પ્રવૃત્તિમાં આરંભવાળાને, આ=પૂજા, અવ્યર્થ છે=વ્યર્થ નથી, એ પ્રમાણે વિમલબુદ્ધિવાળા કહે છે.” (ષોડશક-૯, શ્લોક-૧૪, ૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org