________________
૪૮
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯ ટીકા :__ यद्यप्यत्र 'दोषावरणे निःशेषहानिप्रतियोगिनी, तारतम्यवद्धानिप्रतियोगित्वाद' इत्यनुमाने पक्षविवेचने बाधासिद्धी न 'क्वचि'त्पदग्रहणमात्रनिवत्ये, साध्याश्रयतया पृथक्कृतां व्यक्तिमनुपादायापादनाच्च न दिग्नागमतप्रवेशः । न च निःशेषहानिप्रतियोगिजातीयत्वस्य साध्यत्वे संप्रतिपन्नस्वर्णमलस्य दृष्टान्तत्वे च न कोऽपि दोष इति वाच्यं, निःशेषक्षीयमाणस्वर्णमलवृत्तिदोषावरणसाधारणौपाधिकत्वजातिसिद्ध्याऽर्थान्तरापत्तेः, दोषत्वादिजातिग्रहे च दृष्टान्तस्य साध्यविकलत्वात्, तथापि दोषत्वमावरणत्वं च निःशेषक्षीयमाणवृत्ति देशतः क्षीयमाणवृत्तिजातित्वात् स्वर्णमलत्ववदित्यत्र तात्पर्यम् ।।९।। ટીકાર્ય :
યદ્યવ્યત્ર ..... તાત્પર્યમ્ ! જોકે અહીં “દોષ અને આવરણ, વિશેષ હાનિના પ્રતિયોગી છે; કેમ કે તારતમ્યવાળી હાનિનું પ્રતિયોગિપણું છે” એ પ્રકારના અનુમાનમાં પક્ષનું વિવેચન કરવામાં-પક્ષના કયા દેશમાં સાધ્ય છે? અને કયા દેશમાં હેતુ છે ? તેનું વિવેચન કરવામાં, બાધ અને અસિદ્ધિ દોષ આવે છે. તે બાધ અને અસિદ્ધિ દોષ શ્લોકમાં ‘વિત્ પદથી ગ્રહણ કરેલ છે, તેટલા માત્રથી તિવર્તન પામતા નથી.
આ રીતે અનુમાનમાં ક્વચિત્ પદથી બાધ અને અસિદ્ધિ દોષ નિવર્તન પામતા નથી, એમ કોઈ બતાવે, ત્યાં ગ્રંથકારશ્રી કહે છે કે પક્ષનું વિવેચન કર્યું તેથી બાધ અને અસિદ્ધિ દોષ આવે છે, પરંતુ પક્ષનું વિવેચન ન કરવામાં આવે તો બાધ અને અસિદ્ધિ દોષ પ્રાપ્ત થાય નહીં. વસ્તુતઃ પક્ષનું વિવેચન બૌદ્ધ મત પ્રમાણે થઈ શકે, સાદાદ મત પ્રમાણે પક્ષનું વિવેચન થાય નહીં, અને તેથી દોષ આપનાર કોઈ કહે છે –
સાથ્થાશ્રયતા .... અને સાધ્યાશ્રયપણા વડે પૃથફકૃત વ્યક્તિને ઉપાદાન કર્યા વગર આપાદન હોવાથી દિગ્ગાગમતમાં પ્રવેશ થશે નહીં અર્થાત્ પક્ષનું વિવેચન કરવામાં દિગ્ગાગમતમાં પ્રવેશ થશે નહીં. માટે સાધ્ય અને હેતુના આશ્રયનું જ્ઞાન કરવા અર્થે પક્ષનું વિવેચન આવશ્યક છે અને પક્ષનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org