________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૬
ટીકાર્ય ઃ
अर्वागपि ..... માવઃ ।। શ્લોકમાં ગર્વાપ શબ્દ છે તેનો અર્થ મિથ્યાત્વાદિ દશામાં પણ, એમ સમજવું. અન્યથા=સ્વભાવથી ભેદ છે એ પ્રમાણે ન માનીએ તો–તીર્થંકરના આત્માઓનો સ્વભાવથી અન્ય જીવોથી ભેદ છે એ પ્રમાણે ન માનીએ તો, સ્વમાં અન્યવૃત્તિગુણની આપત્તિ આવે=ભગવાનના આત્મામાં તે ગુણ ન હતો, પરંતુ અન્યમાં તે ગુણ હતો જે ભગવાનમાં પ્રાપ્ત થયો, તેમ માનવાની આપત્તિ આવે. તેથી મિથ્યાત્વાદિ દશામાં પણ અન્ય જીવોથી તીર્થંકરના જીવોનો સ્વભાવથી ભેદ છે, તેમ શ્લોકમાં કહ્યું છે.
તીર્થંકરના અંતિમ ભવમાં જે વિશિષ્ટતા છે તે વિશિષ્ટતાનો ભગવાનના પૂર્વભવોમાં પ્રાગભાવ હોવાથી ભગવાનના ચરમ ભવમાં તે વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે, બીજા જીવોમાં તેવી વિશિષ્ટતાના પ્રાગભાવનો અભાવ હોવાથી તેવી વિશિષ્ટતારૂપ કાર્ય બીજા જીવોમાં થતું નથી. આમ માનવાથી મિથ્યાત્વાદિ દશામાં ભગવાનનો સ્વભાવભેદ ન માનવા છતાં સ્વમાં અન્યવૃત્તિ ગુણની આપત્તિ નથી, એમ પૂર્વપક્ષી કહે છે, તે બતાવીને પૂર્વપક્ષીનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે -
૩૧
પ્રાગભાવનો અભાવ હોવાથી આ આપત્તિ નહીં આવે એમ ન કહેવું; કેમ કે સ્વગુણપ્રાગભાવનું સ્વયોગ્યતાપરિણતિમાં પર્યવસાનપણું છે, એ પ્રમાણે ભાવ છે. IÇI
♦ ‘અર્વાપિ=મિથ્યાત્વાશિયાવિ’ અહીં ‘વિ' થી સમ્યક્ત્વ અને ચારિત્રનું ગ્રહણ કરવું અને ‘વિ’ થી એ કહેવું છે કે ચરમ ભવમાં તો અન્ય જીવો કરતાં ભગવાનનો સ્વભાવથી ભેદ છે, પરંતુ મિથ્યાત્વાદિ દશામાં પણ ભગવાનનો અન્ય જીવો કરતાં સ્વભાવથી ભેદ છે.
ભાવાર્થ:
સ્વભાવભેદથી ભગવાનનું મહત્ત્વ ઃ
ભગવાન ચરમ ભવમાં તીર્થંકર થાય છે અને બીજા ભવ્ય જીવો તીર્થંકર થતા નથી, તેથી તીર્થંકરરૂપ કાર્યના લિંગથી અન્ય જીવો કરતાં ભગવાનનો સ્વભાવ જુદો છે, એમ અનુમાન થાય છે; અને આ સ્વભાવ અનાદિ કાળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org