________________
૨૦
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨ હોય તો એકાંતવાદને કહેનારાં દર્શનો પ્રવર્તે નહીં. જેમ શંખ સફેદરૂપે સર્વને પ્રતીત છે, તેથી ઉન્મત્તને છોડીને કોઈ તેને અન્ય રૂપે કહેતું નથી. તેથી કહે છે -
પદાર્થ અનેકાન્તાત્મક છે અને સર્વને તે રૂપે જ પદાર્થનો અનુભવ છે, તોપણ સ્વદર્શનની એકાંત માન્યતાના પક્ષપાતરૂપ દોષપ્રાબલ્યને કારણે “આ પદાર્થ એકાંતાત્મક છે' તેવા પ્રકારનો ભ્રમ છે તે દર્શનવાદીઓને થાય છે.
જેમ – સાંખ્યદર્શનકારો ઘટપટાદિ બાહ્ય પદાર્થોને જોઈને ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામને બતાવે છે, અને તે રીતે બાહ્ય પદાર્થોમાં અનેકાંતની સિદ્ધિ થાય છે; અને જેમ તે પદાર્થો અનુભવને અનુરૂપ સાંખ્યદર્શનકારો બતાવે છે, તેમ આત્માના વિષયમાં અનુભવને અનુરૂપ વિચારે તો અનેકાંતની સિદ્ધિ થાય. આમ છતાં તે જ સાંખ્યદર્શનકારો આત્માને કુટસ્થ નિત્ય માને છે, તેનું કારણ સ્વમાન્યતા પ્રત્યેનો અવિચારક રાગ છે. સ્વમાન્યતાના રાગરૂપ દોષના પ્રાબલ્યને કારણે સાંખ્યદર્શનકારોને આત્મા એકાંતે કુટસ્થ નિત્ય ભાસે છે; પરંતુ જેમ ધર્મપરિણામ આદિ ત્રણમાં અનુભવને અનુરૂપ પદાર્થ સાંખ્યદર્શનકારો જુએ છે, તેમ પોતાના આત્માને પણ અનુભવને અનુરૂપ જુએ તો પોતાનો “આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે’ અને ‘પર્યાયરૂપે અનિત્ય છે,’ એમ પણ તેઓ જોઈ શકે; અને તેમ સ્વીકારે તો સંસારઅવસ્થા અને મુક્ત અવસ્થાની સંગતિ પણ થાય. આમ છતાં સ્વમાન્યતા પ્રત્યેનો અવિચારક રાગ હોવાથી તે પ્રકારનો ઉપયોગ પ્રવર્તે છે, જેથી આત્મા અનેકાંતાત્મક હોવા છતાં એકાંત નિત્ય ભાસે છે. (ધર્મપરિણામાદિ માટે જુઓ કાત્રિશદ્ધાત્રિશિકા-૨૪/૨૪).
અહીં પ્રશ્ન થાય કે જો દોષના કારણે ભ્રમ થયો હોય તો તેનું નિવર્તન થવું જોઈએ. જેમ ચાકચિક્યાદિ દોષને કારણે શક્તિમાં રજતનો ભ્રમ થયા પછી તેને ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ કરવામાં આવે, ત્યારે “આ રજત છે' તેવો ભ્રમ દૂર થાય છે. તેમ એકાંતવાદનો ભ્રમ પણ દૂર થવો જોઈએ. તેથી કહે છે -- વિશેષ ..... વિશેષ દર્શન દ્વારા એકાંતવાદના ભ્રમનું નિવર્તન શક્ય છે.
સ્વદર્શનની માન્યતાથી એકાંતવાદનો ભ્રમ ધારણ કરતા હોય તેવા પણ યોગ્ય જીવો કોઈ પુરુષવિશેષના સંપર્કમાં આવે અને તેઓના વચનથી વિશેષનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org