________________
૧૬
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨ ભાવાર્થ :વિભુના વિભુત્વને ઓળખવાનો ઉપાય : વચન:
ભગવાનનું વચન (૧) સંવાદી, (૨) ન્યાયસંગત અને (૩) કુતર્કરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્યના કિરણ જેવું છે, અને આવું વચન તે ભગવાનનું મહત્ત્વ છે. (૧) સંવરિ :- ભગવાનનું વચન સંવાદી છે=સમર્થ પ્રવૃત્તિજનક છે.
જે વચન અનુસાર પ્રવૃત્તિ કરવામાં આવે તો આત્માનું એકાંત હિત થાય અને અહિતથી નિવૃત્તિ થાય, તેવી સમર્થ પ્રવૃત્તિનું જનક વચન હોય તે વચન સંવાદી કહેવાય. ભગવાનનું વચન સંસારી જીવોના સંસારના ઉચ્છેદનું અને મોક્ષપ્રાપ્તિને અનુકૂળ સમર્થ પ્રવૃત્તિનું જનક હોવાથી સંવાદી છે; કેમ કે ભગવાનનું વચન કષ-છેદ-તાપથી શુદ્ધ છે. તેથી જે જીવો તે વચનનું અવલંબન લઈને પ્રવૃત્તિ કરે છે તે જીવોનું એકાંત હિત થાય છે. માટે ભગવાનનું વચન સમર્થ પ્રવૃત્તિજનક છે.
(૨) ચાયતિ :- ભગવાનનું વચન જેમ સમર્થ પ્રવૃત્તિજનક છે, તેમ ન્યાયસંગત છે. ન્યાયસંગત વચન એટલે સ્યાદ્વાદમુદ્રાથી અનતિક્રાંત વચન અર્થાત્ ભગવાનનું વચન સ્યાદ્વાદમય છે.
સ્યાદ્વાદમય વચન ન્યાયસંગત કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે –
એકાંતનું તત્ત્વથી અન્યાય્યપણું છે, માટે અનેકાંતવાદને કહેનારું વચન ન્યાયસંગત છે.
ધર્મ-ધર્મીના સંબંધને આશ્રયીને એકાંતનું અન્યાયપણું કેમ છે ? તે બતાવે છે, જેથી એક સ્થાનમાં એકાંતવાદ અસંગત છે, તેમ સર્વ સ્થાનમાં એકાંતવાદ અસંગત છે, તેમ સિદ્ધ થાય.
ધર્મ-ધર્મીના સંબંધ સ્થાનમાં એકાંતવાદ અસંગત આ રીતે છે – ઘટરૂપ ધર્મ અને ઘટમાં રહેલ રૂપ સ્વરૂપ ધર્મ, તે બંનેના સંબંધનો=ઘટ અને ઘટનું રૂપ, એ બંનેના સંબંધનો, એકાંત ભેદ સ્વીકારવામાં આવે તો અનવસ્થા દોષ આવે. તે આ પ્રમાણે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org