________________
૧૧
જિનમહત્ત્વદ્ધાત્રિશિકાશ્લોક-૧ માયાવી છે” એવું જ્ઞાન થાય, ત્યાર પછી તેને વંદનાદિ કરવામાં આવે તો ફળપ્રાપ્તિ થાય નહીં, પરંતુ કર્મબંધ થાય. તેમ બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વનું અનુમાન કરીને વંદનાદિ કરવામાં આવે તો નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય, પરંતુ આ માયાવી છે' તેવું જ્ઞાન થયા પછી વંદનાદિ કરવાથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય નહીં, પરંતુ કર્મબંધ થાય. માટે બાહ્ય સંપદા જ વિભુના વિભુત્વની અનુમારિકા નથી.
વળી આલયવિહારાદિથી સાધુનું અનુમાન કર્યા પછી તેમના સાંનિધ્યથી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ થાય, તો નક્કી થાય કે “આ સુસાધુ નિશ્ચિત છે, તેથી ત્યાં સુસાધુત્વની શંકા થાય નહીં. તેમ બાહ્ય સંપદાવાળી વ્યક્તિમાં પણ તેમના સાંનિધ્યથી અવ્યક્તસમાધિ પ્રગટ થતી હોય તો “આ વિભુ છે” તેવો નિર્ણય થઈ શકે છે; કેમ કે બાહ્ય સંપદાધારી માયાવીના સાંનિધ્યથી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ પ્રગટ થઈ શકે નહીં, પરંતુ માત્ર બાહ્ય સંપદાથી ભગવાનના વિભુત્વનું અનુમાન કરવામાં આવે તો માયાવીમાં પણ વિભુ માનવાની આપત્તિ આવે.
પૂર્વમાં સિદ્ધ કર્યું કે બાહ્ય સંપદાથી ભગવાનના વિભુત્વનું અનુમાન થઈ શકે નહીં, અને તેની જ પુષ્ટિ મત વિ' થી કરતાં કહ્યું કે જેમ આલયવિહારાદિથી સાધુનું અનુમાન કરવામાં આવે તો વિશેષ અદર્શનદશામાં વંદનાદિનું ફળ મળે છે; છતાં બાહ્ય આચારમાત્રથી “આ સુસાધુ છે' તેવો એકાંતે નિર્ણય થતો નથી. તે જ વાતને તર્ક દ્વારા બતાવતાં કહે છે – - વ વાય ..... જો આલયવિહારાદિ લિંગ દ્વારા સાધુત્વનું અનુમાન કરાય છે, અને તે અનુમિતિથી પ્રયોજ્ય વંદનાદિ કરવાના કારણે ફળવિશેષ થાય છે= નિર્જરારૂપ ફળ થાય છે, એ પ્રમાણે માનવામાં આવે, તો ભગવાનમાં પણ વિશિષ્ટ રૂપથી=પ્રમેયરૂપે નહીં, પરંતુ વ્યક્તિવિશેષવિષયસ્વરૂપે' મહત્ત્વની અનુમિતિ અનંતર જ સ્મરણાદિ દ્વારા ભગવાનના ગુણોના સ્મરણાદિ દ્વારા, ફલોદયનું અવિશેષ હોવાથી સુસાધુને વંદનાદિથી ફળવિશેષ નિર્જરારૂપ ફળવિશેષ, થાય છે તેમ ભગવાનની ઉપાસનાથી પણ ફળવિશેષ થાય છે, તે રૂપ અવિશેષ હોવાથી “મહત્ત્વ નથી, એ પ્રમાણે અનંતર અનુમેય છે.” એ પ્રમાણે અધ્યાહાર હોવાને કારણે બાહ્ય સંપદાથી ભગવાનનું વિભુપણું નથી, એમ સ્વીકારવામાં અનુપપત્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org